ચેવેલ્લા ભાજપના ઉમેદવાર કોંડા વિશ્વેશ્વર રેડ્ડીએ સોમવારે, 22 એપ્રિલ, 2024 ના રોજ હૈદરાબાદમાં કેન્દ્રીય પ્રધાન પીયૂષ ગોયલ અને કે લક્ષ્મણની હાજરીમાં લોકસભા ચૂંટણી માટે તેમના ઉમેદવારી પત્રો ફાઇલ કર્યા. (PTI Photo)

તેલંગાણાની ચેવેલ્લા લોકસભા બેઠકના બીજેપી ઉમેદવાર કે વિશ્વેશ્વર રેડ્ડીએ ચૂંટણી સત્તાવાળાઓ સમક્ષ ફાઇલ કરેલી એફિડેવિટમાં તેમના કુટુંબની સંપત્તિ રૂ.4568 કરોડ હોવાની જાહેરાત કરી છે. રેડ્ડીએ સોમવારે લોકસભા મતવિસ્તાર માટે તેમનું ઉમેદવારીપત્ર ભર્યું હતું તથા નાણાકીય જવાબદારીઓ સાથે તેમની જંગમ અને સ્થાવર સંપત્તિ જાહેર કરી હતી.

રેડ્ડી પાસે અપોલો હોસ્પિટલ એન્ટરપ્રાઇઝ લિમિટેડના રૂ.973.22 કરોડની કિંમતના 17.77 લાખ શેર છે જ્યારે તેમની પત્ની સંગીતા રેડ્ડી પાસે 24.32 લાખ શેર છે, જેનું કુલ મૂલ્ય 1500.85 કરોડ કરી છે. સંગીતા રેડ્ડી તેમના પિતા ડૉ સી પ્રતાપ રેડ્ડી દ્વારા સ્થાપિત અપોલો હોસ્પિટલ્સ ગ્રૂપના જોઈન્ટ મેનેજિંગ ડિરેક્ટર છે. એફિડેવિટ મુજબ, રેડ્ડી પાસે રૂ.1250 કરોડની સંપત્તિ છે જ્યારે પત્ની પાસે 3209.41 કરોડની સંપત્તિ છે અને બાકીની તેમના પુત્ર પાસે છે.

વિશ્વેશ્વર રેડ્ડીએ તેમની રાજકીય કારકિર્દી BRS (તત્કાલીન TRS)થી શરૂ કરી હતી અને ચેવેલ્લાથી સાંસદ બન્યા હતાં. બાદમાં તેઓ ભાજપમાં જોડાયા હતાં. તેમણે મદ્રાસ યુનિવર્સિટીમાંથી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં સ્નાતકની ડિગ્રી પૂર્ણ કરી છે અને યુએસમાં એમએસ કર્યું છે.

LEAVE A REPLY