આ વર્ષના ભારતમાં યોજાનારી લોકસભાની ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટી (BJP)એ રાજ્યોના પ્રભારીઓની યાદી જાહેર કરી છે. આ યાદીમાં 23 રાજ્યના પ્રભારી અને સહ પ્રભારીઓના નામ છે. આ યાદીમાં ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળ સહિતના રાજ્યોનો સમાવેશ થાય છે. પંજાબમાં ગુજરાતના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીને જવાબદારી સોંપાઇ છે. ઉત્તપ્રદેશમાં બૈજયંત પાંડા, બંગાળમાં મંગલ પાંડેને પ્રભારી બનાવાયા છે. દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તરપ્રદેશની જવાબદારી બૈજયંત પાંડાને સોંપાઈ છે. બિહારના પૂર્વ આરોગ્ય પ્રધાન મંગલ પાંડેયને પશ્ચિમ બંગાળની જવાબદારી સોંપાઈ છે. મહેન્દ્ર સિંહને મધ્યપ્રદેશના લોકસભા ચૂંટણી પ્રભારી અને સતીશ ઉપાધ્યાયને સહ પ્રભારી બનાવાયા છે.