દિલ્હીની કેજરીવાલ સરકારના કથિત શરાબ કૌભાંડમાં ભાજપે સોમવારે એક સ્ટિંગ વીડિયો જારી કરીને આક્ષેપ કર્યો હતો કે અરવિંદ કેજરીવાલ અને નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયા દારુના વેપારીઓ પાસેથી કમિશન લેતા હતા.
ભાજપે જણાવ્યું છે કે, હવે મનીષ સિસોદિયા અને અરવિંદ કેજરીવાલ પાસે બચવાનો કોઈ રસ્તો નથી રહ્યો.
ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ એક પ્રેસ કોન્ફરન્સમાં કથિત વીડિયો જાહેર કરતા જણાવ્યું હતું કે, કેજરીવાલ સત્તા પર આવ્યા ત્યારે લોકોને ભ્રષ્ટાચાર વિરુદ્ધ સ્ટિંગ ઓપરેશન કરવાની સલાહ આપતા હતા, હવે તેમની સાથે પણ તે જ થયું છે. તેમણે દિલ્હીના શરાબના વેપારીઓને કેજરીવાલથી ડરવાને બદલે તેઓ સિસોદિયા અને કેજરીવાલને કેટલું કમિશન આપી રહ્યા છે તેના પર વિડીયો બનાવવા અપીલ કરી હતી. સંબિત પાત્રાએ જણાવ્યું હતું કે કેજરીવાલની મોડેસ ઓપરેન્ડી આ વીડિયોમાં ખૂલ્લી પડી ગઈ છે. દારુના ધંધામાં 80 ટકા કમિશન કેજરીવાલ, સિસોદિયા અને તેમના મિત્રને મળે છે.