- ફર્લોની યોજના વર્તમાન પગારના 80 ટકા રકમ ચૂકવવા સાથે સપ્ટેમ્બરના અંત સુધી લંબાવવામાં આવી છે. એમ્પલોયર્સને જુલાઈમાં પગારના 10 ટકા, તેમજ ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં 20 ટકા ચૂકવવાનું કહેવાયું છે.
- સેલ્ફ એમ્પલોઇડ લોકોને પણ સપ્ટેમ્બર સુધી ટેકો આપવામાં આવશે.
- £500,000 સુધીના મુલ્ય ધરાવતા મકાનોની ખરીદી પર સ્ટેમ્પ ડ્યુટી હોલીડે જૂન સુધી લંબાવાઈ છે.
- ઘરના વેચાણને વેગ આપવા માટે 5% ડીપોઝીટ ધરાવતા લોકો મોર્ગેજ ગેરંટી યોજના લાવવામાં આવી છે.
- બિઝનેસીસ માટે ફરીથી વેપારનો આરંભ કરવા માટે £5 બિલીયનનું ફંડ ફળવાયુ. રિટેલરો એપ્રિલથી પ્રતિ સાઇટ દીઠ £6,000 સુધી મેળવશે.
- હોસ્પિટાલિટી અને લેઝર પછીથી ખુલશે પણ £18,000 સુધીની ગ્રાન્ટનો દાવો કરી શકશે.
- બિઝનેસીસ માટે નવી રીકવરી લોન £25,000થી £10 મિલિયન સુધીની આપવામાં આવશે. જેની 80 ટકા રકમ માટે સરકાર ગેરંટી લેશે.
- જૂન સુધી બિઝનેસ રેટ હોલીડે આપવામાં આવશે અને 2021-22ના નાણાકીય વર્ષના બાકીના નવ મહિના માટે ડીસ્કાઉન્ટ આપવામાં આવશે.
- હોસ્પિટાલીટી ક્ષેત્ર માટે સપ્ટેમ્બર સુધી 5 ટકા VAT દર રહેશે. ત્યારબાદ એપ્રિલ 2022 સુધી VAT દર 12.5 ટકાનો રહેશે. તે પછી VAT દર પહેલાં જેટલો 20 ટકા થશે.
- આવકવેરા, VAT અથવા નેશનલ ઇન્સ્યોરંશમાં કોઇ વધારો કરાયો નથી.
- ટેક્સ ફ્રી થ્રેશહોલ્ડ આવતા વર્ષે વધીને £12,570 થશે અને 2026 સુધી તે સ્થિર રહેશે.
- હાયર ટેક્સ રેટ થ્રેશહોલ્ડ આવતા વર્ષે £50,270 પર પહોંચશે અને 2026 સુધી સ્થિર રહેશે.
- ઓફિસ ફોર બજેટ રિસ્પોન્સિબિલીટી (ઓબીઆર)એ આગાહી કરી છે કે અર્થતંત્ર 2022ની મધ્ય સુધીમાં પૂર્વ-કોવિડ સ્તરે પાછું આવશે.
- ઓબીઆરની આગાહી મુજબ આ વર્ષે અર્થતંત્રમાં 4 ટકા, 2022માં 7.3 ટકા, તે પછી 7 ટકા અને 2025માં 1.7 ટકાનો વધારો થશે.
- જુલાઈ 2020માં 9 ટકાની અપેક્ષિત આગાહીની તુલનાએ બેરોજગારીનો દર હવે 6.5 ટકાની સપાટીએ પહોંચવાની ધારણા છે, એટલે કે 1.8 મિલિયન ઓછા લોકો બેરોજગાર થશે.
- £20ની યુનિવર્સલ ક્રેડિટ અપલિફ્ટ બીજા છ મહિના સુધી ચાલુ રહેશે.
- એમ્પલોયર્સ માટે એપ્રેન્ટિસ ગ્રાન્ટ બમણી એટલે કે £3,000 કરવામાં આવી છે.
- યુકેનું કુલ પબ્લિક સ્પેન્ડીંગ બિલ અંદાજે £ 407 બિલિયન થશે.
- યુકેએ £355 બિલિયન ઉધાર લીધા છે જે જીડીપીના 17 ટકા જેટલા છે. બીજા વિશ્વયુદ્ધ પછીની સૌથી વધુ ઉધાર રકમ છે.
- 2023માં કોર્પોરેશન ટેક્સ વધીને 25 ટકા કરાશે.
- નાના બિઝનેસીસ માટે 19 ટકાનો પ્રોફીટ રેટ સેટ અપ કરાયો છે.
- ઇનહેરીટન્સ ટેક્સ થ્રેશહોલ્ડ, પેન્શન્સ લાઇફટાઇમ એલાઉન્સ અને કેપિટલ ગેઇન ટેક્સમાં એન્યુઅલ એક્ઝેમ્પ અમાઉન્ટ એપ્રિલ 2026 સુધી વર્તમાન સ્તરે જાળવવામાં આવશે.
- આલ્કોહોલ ડ્યુટી ફ્રોઝન કરવામાં આવી છે.
- ફ્યુઅલ ડ્યુટી ફ્રોઝન કરવામાં આવી છે.
- કોન્ટેક્ટલેસ કાર્ડની ચુકવણીની મર્યાદા £45થી વધારીને £100 કરવામાં આવશે.
- નેશનલ મિનિમમ વેજ એપ્રિલથી વધારીને £91 કરવામાં આવશે જે 2.2%નો વધારો છે અને આ પગાર વધારો 23 અને તેથી વધુ ઉંમરના લોકોને મળશે.
- ઓછા ટેક્સ અને “સસ્તી કસ્ટમ્સ” સાથે ઇંગ્લેન્ડમાં નવા આઠ ‘ફ્રી પોર્ટ્સ’ ઉભા કરાશે.
- સરકારી કોવિડ સ્કીમ્સમાં છેતરપિંડી રોકવા માટેના ટાસ્કફોર્સ સ્થાપવા માટે £100 મિલિયન ખર્ચાશે.
- સરકાર રસીકરણ પાછળ £65 બિલિયનની રકમ ખર્ચશે.
- ઇંગ્લેન્ડના મ્યુઝીયમ્સ, થિયેટરો અને ગેલેરીઓને ખોલવા માટે £408 મિલિયન વપરાશે.
- બંધ થવાનુ જોખમ ધરાવતા પબને લેવામાં મદદ કરવા કોમ્યુનિટીને £150 મિલિયન અપાશે.
- સિગારેટ પરની ડ્યુટી 2% વધશે, ઉપરાંત ફુગાવો.