મહારાણીના જન્મ દિને આપવામાં આવતા બહુમાનની યાદીમાં આ વર્ષે સંજય વડેરા, અવનીશ ગોયલ, કિશોરકાંત ભટ્ટેસા (વિનુ ભટ્ટેસા) અને કાઉન્સિલર અમીત જોગિયાનો સમાવેશ કરવામાં આવ્યો છે.બિલેરીકે, એસેક્સ ખાતે રહેતા અને કેર ઈંગ્લેન્ડના અધ્યક્ષ અવનીશ મિત્તર ગોયલને સોસ્યલ કેર અને સખાવતી સેવાઓ માટે કમાન્ડર્સ ઓફ બ્રિટિશ એમ્પાયર એવોર્ડ એનાયત કરાયો છે.
અવનીશ ગોયલે કહ્યું હતું કે “હૉલમાર્ક કેર હોમ્સ માટે અમે સિલ્વર જ્યુબિલી ઉજવી રહ્યા છીએ ત્યારે આ એવોર્ડ મેળવીને હું ખૂબ જ ધન્યતા અનુભવુ છું. હું આ ક્ષેત્રમાં એક તફાવત લાવવા જોડાયો હતો. મને ખબર હતી કે મારી પાસે કંઈક ઓફર કરવાનું છે. મેં મારા ભાઈઓ સાથે ખૂબ જ મહેનત કરી સુંદર રીતે ડિઝાઈન કરેલ એવોર્ડ-વિજેતા કેર હોમ્સમાં અમારા રહેવાસીઓને ઉચ્ચ ગુણવત્તાની સંભાળ પૂરી પાડીને અને સેક્ટરમાં ગુણવત્તા અને સંભાળના ધોરણો સાચવીએ છીએ. મને કેર ઈંગ્લેન્ડ અને અસંખ્ય સખાવતી સંસ્થાઓ સાથે કામ કરવાનો આનંદ છે જે અમારા કાળજી અને પ્રતિબદ્ધ કર્મચારીઓને સમર્થન અને પ્રોત્સાહન આપે છે. મને આનંદ છે કે મારા કામને ઉચ્ચ સ્તરે માન્યતા મળી છે. હું જાણું છું કે આ સન્માન મારા સામાજિક સંભાળ અને પરોપકારના કાર્યને આગલા સ્તર પર લઈ જવા માટે વધુ ઉત્પ્રેરક તરીકે કામ કરશે.”
લંડન બરો ઓફ હેરોના કાઉન્સિલર અને કન્ઝર્વેટિવ ફ્રેન્ડ્સ ઓફ ઈન્ડિયાના કો-ચેર અમીત જોગિયાને રાજકીય અને જાહેર સેવા માટે મેમ્બર્સ ઑફ ધ ઓર્ડર ઑફ બ્રિટિશ એમ્પાયર એવોર્ડ એનાયત કરાયો છે. લોર્ડ ડોલર પોપટના સંસદીય સહાયક અને ટોરી પાર્ટીના ઉભરતા સ્ટાર અમિત જોગીયાએ જણાવ્યું હતું કે ‘’મારા સ્વર્ગસ્થ માતા-પિતાએ નાનપણથી જ મારામાં આપણાં સ્થાનિક સમુદાયની સેવા કરવાના અને સમાજને પાછું આપવાનું મહત્વને સ્થાપિત કર્યું હતું. હું એવી ભૂમિકા માટે આ સન્માન પ્રાપ્ત કરી રહ્યો છું જેની હું ખરેખર કદર કરું છું. હું આશા રાખું છું કે હું આવનારા વર્ષોમાં વધુ સારી રીતે મારી ફરજ બજાવી શકીશ.’’
અમિત 20 વર્ષ કરતા વધુ સમયથી કન્ઝર્વેટિવ પાર્ટીના કાર્યકર્તા છે અને 8 વર્ષથી હેરો કાઉન્સિલમાં કાઉન્સિલર તરીકે સતત ત્રીજી ટર્મથી સેવાઓ આપે છે. તેઓ સૌથી વધુ વોટ શેર સાથે જીતનાર સૌથી લોકપ્રિય કાઉન્સિલરોમાંના એક છે. ગયા મહિને હેરોમાં કન્ઝર્વેટિવની જીત માટે અમિત એક અભિન્ન અંગ સાબિત થયા હતા.
2017માં બ્રેન્ટ નોર્થની પાર્લામેન્ટની બેઠક પર અમિતે ઉમેદવારી નોંધાવી હતી. તેઓ લોર્ડ પોપટના સહાયક તરીકે 10 વર્ષથી સંસદમાં કામ કરે છે. તાજેતરમાં જ તેમણે લાંબી સેવાઓ માટે સંસદીય પુરસ્કાર જીત્યો હતો. તેઓ ત્રણ કોન્ઝર્વેટીવ વડા પ્રધાનોને બ્રિટિશ ભારતીય સમુદાય સાથે જોડાણ કરવા માટે તેમજ વડા પ્રધાનની તાજેતરની ભારત મુલાકાતના આયોજનમાં મદદ કરી હતી. 2012માં કન્ઝર્વેટિવ ફ્રેન્ડ્સ ઑફ ઈન્ડિયાની સ્થાપનામાં મદદરૂપ થયેલા અમિત હાલ રીના રેન્જર સાથે સંસ્થાના કો-ચેર તરીકે સેવાઓ આપે છે.
ધ ફ્રેગરન્સ શોપ એન્ડ પર-સેન્ટના CEO અને અલટ્રિંચમ, ગ્રેટર માન્ચેસ્ટરના સંજયકુમાર જયંતિલાલ વડેરાને ઇન્ટરનેશનલ ટ્રેડ માટે મેમ્બર્સ ઑફ ધ ઓર્ડર ઑફ બ્રિટિશ એમ્પાયર એવોર્ડ એનાયત કરાયો છે.
સંજય વડેરાએ જણાવ્યું હતું કે આ “સમાચાર સાંભળીને હું એકદમ રોમાંચિત થયો હતો. જે કંઈ પણ થાય છે તે સહયોગી પ્રયાસના પરિણામ સ્વરૂપે છે અને તે માટે મારા કુટુંબ, મારી ટીમ અને મારા ગ્રાહકોનો આભાર માનુ છું. અમે દરેક માટે યોગ્ય સુગંધ શોધવા માંગીએ છીએ, જે લાગણીઓને ઉત્તેજિત કરે છે. આ સન્માન મને મારા પરિવાર, મારી ટીમ, મારા ગ્રાહકો, મારા બ્રાન્ડ પાર્ટનર્સ અને અમે જે સખાવતી સંસ્થાઓને ટેકો આપીએ છીએ તેમના માટે વધુ કઇંક કરવા માટે અમને વધુ સંકલ્પબદ્ધ બનાવે છે.’’
મેંડેવિલે હોટેલ ગ્રુપના મેનેજિંગ ડિરેક્ટર અને બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ મંદિરના ટ્રસ્ટી શ્રી વિનુભાઇ (કિશોરકાંત) ભટ્ટેસાને કોવિડ-19 દરમિયાન સખાવતી અને સ્વૈચ્છિક સેવાઓ માટે ઓફિસર્સ ઓફ ધ ઓર્ડર ઑફ બ્રિટીશ એમ્પાયર એવોર્ડ એનાયત કરાયો હતો. લંડનમાં રહેતા વિનુભાઇ ભટ્ટેસાએ જણાવ્યું હતું કે ‘’OBE બહુમાન મળવું એ એક મોટું સન્માન છે અને રાણીની જ્યુબિલીના વર્ષમાં તે મેળવવું એ ખાસ છે. હું ખરેખર નમ્ર છું કે મેં 30 વર્ષથી કરેલા ચેરિટી કાર્યને માન્યતા મળી છે.
ધ ક્વીન્સ જ્યુબિલી બર્થડે ઓનર્સ લિસ્ટ
ઓર્ડર ઓફ ધ કમ્પેનિયન્સ ઑફ ઓનર
સર અહેમદ સલમાન રશ્દી – લેખક. સાહિત્યની સેવાઓ માટે – લંડન
નાઈટહુડ્સ:
રોહિન્ટન મિનુ કલિફા OBE – ચેર, નેટવર્ક ઇન્ટરનેશનલ. નાણાકીય, ટેકનોલોજી અને જાહેર સેવા માટે – લંડન
પ્રોફેસર અઝીઝ શેખ ઓબીઇ FRSE – અધ્યક્ષ, પ્રાયમરી કેર રીસર્ચ એન્ડ ડેવલપમેન્ટ, એડિનબરા યુનિવર્સિટી. કોવિડ-19 સંશોધન અને નીતિની સેવાઓ માટે – લાસવેડ, એડિનબરા.
ઓર્ડર ઑફ બ્રિટીશ એમ્પાયર
કમાન્ડર્સ ઓફ બ્રિટિશ એમ્પાયર
અવનીશ મિત્તર ગોયલ – અધ્યક્ષ, કેર ઈંગ્લેન્ડ. સોસ્યસલ કેર અને સખાવતી સેવાઓ માટે – બિલેરીકે, એસેક્સ
નવીન ફકીરચંદ શાહ – બ્રેન્ટ અને હેરોની પૂર્વ લંડન એસેમ્બલીના સભ્ય. રાજકીય અને જાહેર સેવા માટે – લંડન
રમેશ કાનજી વાલા, ઓબીઇ – કન્સલ્ટન્ટ, ઇન્સ ગ્રુપ પીએલસી. સમુદાયની સેવાઓ અને કોવિડ-19 રીસ્પોન્સ માટે – લંડન
ઓફિસર્સ ઓફ ધ ઓર્ડર ઑફ બ્રિટીશ એમ્પાયર
શાહિના અહમદ – પ્રિન્સિપાલ, ઈડન ગર્લ્સ સ્કૂલ, વોલ્ધામ ફોરેસ્ટ. શિક્ષણની સેવાઓ માટે – લંડન
ઓસ્માન અહેમદ – વરિષ્ઠ અધિકારી, નેશનલ ક્રાઈમ એજન્સી. કાયદા અમલીકરણની સેવાઓ માટે – લંડન
પ્રોફેસર બાબક અખ્ગર – ડાયરેક્ટર, સેન્ટર ફોર એક્સેલન્સ ઇન ટેરરિઝમ, રેઝિલિયન્સ, ઇન્ટેલિજન્સ એન્ડ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ રિસર્ચ, શેફિલ્ડ હામ યુનિવર્સિટી. સુરક્ષા સંશોધનની સેવાઓ માટે – શેફિલ્ડ
ડૉ. રાગીબ અલી – એક્યુટ મેડિસિન, ઓક્સફર્ડ યુનિવર્સિટી હોસ્પિટલ્સ NHS ટ્રસ્ટ અને સિનિયર ક્લિનિકલ રિસર્ચ એસોસિયેટ, એપિડેમિઓલોજી, યુનિવર્સિટી ઓફ કેમ્બ્રિજમાં સલાહકાર. NHS અને કોવિડ-19 રિસ્પોન્સ સેવાઓ માટે – હાઈ વિકમ્બ, બકિંગહામશાયર.
કિશોરકાંત ભટ્ટેસા (વિનુ ભટ્ટેસા) – મેનેજિંગ ડિરેક્ટર, મેંડેવિલે હોટેલ ગ્રુપ અને ટ્રસ્ટી, બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ મંદિર. સખાવતી અને સ્વૈચ્છિક સેવાઓ માટે, ખાસ કરીને કોવિડ-19 દરમિયાન – લંડન
ડૉ. શામિલ ચંદેરિયા – વિજ્ઞાન અને ટેક્નોલોજી, ફાઇનાન્સ અને ચેરિટી સેવાઓ માટે – સ્ટેનમોર,
આફિયા ચૌધરી – ફોસ્ટર કેર, ટાવર હેમલેટ્સ. બાળકોને સેવાઓ માટે – લંડન
જસબીર સિંહ ઢેસી – પ્રિન્સીપાલ CEO, ચેશાયર કોલેજ સાઉથ અને વેસ્ટ, શિક્ષણની સેવાઓ માટે – વ્રેક્ષામ
અબ્દુલ હઇ – પૂર્વ કેબિનેટ મેમ્બર ફોર યંગ પીપલ, ઇક્વાલિટીઝ એન્ડ કોહેશન, કેમડેન. કેમડેન અને લંડનમાં યુવાનો અને સમુદાયની સેવાઓ માટે – લંડન
હિફસા હારુન-ઇકબાલ MBE DL – પ્રાદેશિક પ્રિવેન્ટ કો-ઓર્ડિનેટર, ડિપાર્ટમેન્ટ ફોર એજ્યુકેશન. સામાજિક સંકલનની સેવાઓ માટે – સ્ટેફર્ડશાયર
ડૉ. અઝીમ ઇબ્રાહિમ – ડિરેક્ટર, ન્યૂ લાઇન્સ ઇન્સ્ટિટ્યૂટ ફોર સ્ટ્રેટેજી એન્ડ પોલિસી. યુનિયન, વિવિધતા અને વિદેશ નીતિ સેવાઓ માટે – ગ્લાસગો
હારૂન કરીમ – ચેર, બાલમ અને ટૂટીંગ મસ્જિદ અને ટ્રસ્ટી, વર્લ્ડ મેમણ ઓર્ગેનાઈઝેશન. સાઉથ લંડન અને પાકિસ્તાનમાં ચેરીટી અને સમુદાયની સેવાઓ માટે – લંડન
કમરુદ્દીન કોઠિયા – ચેર ઓફ ટ્રસ્ટીઝ, સ્ટાર એકેડેમી. શિક્ષણની સેવાઓ માટે – બ્લેકબર્ન
શિવાની લાખાણી – સોસાયટી ટીમ લીડ, કોવિડ-19 ટાસ્કફોર્સ, કેબિનેટ ઓફિસ. નબળા સમુદાયોની સેવાઓ માટે અને કોવિડ-19 રિસ્પોન્સ – લંડન
સુમીત કૌર મથારુ – ચીફ ફાર્માસિસ્ટ, ડિફેન્સ પ્રાયમરી હેલ્થકેર, સંરક્ષણ મંત્રાલય. આર્મ્ડ ફોર્સીસ હેલ્થકેરની સેવાઓ માટે – સટન કોલ્ડફિલ્ડ
યાસ્મીન જોન મોઇઝિનિયા – ડેપ્યુટી ડિરેક્ટર, COP26 પ્રાઇવેટ ફાઇનાન્સ હબ, HM ટ્રેઝરી. ક્લાઇમેટ ફાઇનાન્સની સેવાઓ માટે – લંડન
રોહિત નાઈક – હેડ ટીચર, હોપ સ્કૂલ, લિવરપૂલ. શિક્ષણની સેવાઓ માટે – લિવરપૂલ
વિપ્પેન પોલ સાગુ – સ્થાપક, ગ્લોબલ એશિયન એવોર્ડ્સ. એશિયન સમુદાયની સેવાઓ, વિવિધતા અને સમાવેશ માટે – લંડન
તારિક નવીદ શાહ, ફિલ્નથ્રોપિસ્ટ. ચેરિટી સેવાઓ માટે – ડોન્કાસ્ટર, સાઉથ યોર્કશાયર
પ્રોફેસર પરવીન યાકૂબ – ડેપ્યુટી વાઇસ ચાન્સેલર, યુનિવર્સિટી ઓફ રેડિંગ. ઉચ્ચ શિક્ષણની સેવાઓ માટે – રેડિંગ, બર્કશાયર
ડૉ અસીમ યુસુફ – સલાહકાર મનોચિકિત્સક અને ઇસ્લામિક વિદ્વાન. મુસ્લિમ સમુદાયની સેવાઓ માટે – વુલ્વરહેમ્પટન
ડૉ. સાબીર ઝાઝાઈ FRSE – ચીફ એક્ઝિક્યુટિવ, સ્કોટિશ રેફ્યુજી કાઉન્સિલ. શરણાર્થીઓની સેવાઓ માટે – રુથર્ગ્લેન, લેનાર્કશાયર
મેમ્બર્સ ઑફ ધ ઓર્ડર ઑફ બ્રિટિશ એમ્પાયર
રોઝીના અહમદ – પ્રિન્સિપલ પોલિસી ઓફિસર, મેયર ઠફ લંડન્સ ઑફિસ. શિક્ષણ, સંસ્કૃતિ અને રમતગમતમાં સમાનતા, વિવિધતા અને સમાવેશની સેવાઓ માટે – લંડન
ડૉ. રિઝવાન યાહ્યા અહમદ – કન્સલ્ટન્ટ રેસ્પિરેટરી ચિકિત્સક, બોલ્ટન NHS ફાઉન્ડેશન ટ્રસ્ટ. કોવિડ-19 દરમિયાન જાહેર આરોગ્યની સેવાઓ માટે – (બોલ્ટન, ગ્રેટર માન્ચેસ્ટર)
તારિક અલી – કોવિડ-19 દરમિયાન સમુદાયની સેવાઓ માટે – વુલ્વરહેમ્પ્ટન
મોહમ્મદ અસદ – ઇમામ અને મુસ્લિમ ધર્મગુરુ. કોવિડ-19 દરમિયાન ચેરિટેબલ ફંડ રેઈઝિંગ અને NHSની સેવાઓ માટે – (વોલ્સૉલ, વેસ્ટ મિડલેન્ડ્સ)
મોહમ્મદ સાદિક બદાત – લેસ્ટર અને વિદેશમાં સમુદાયની સ્વૈચ્છિક અને સખાવતી સેવાઓ માટે – લેસ્ટર
પ્રણવ ભાનોત – કાઉન્સિલર, ચિગવેલ પેરિશ કાઉન્સિલ. સમુદાયની સેવાઓ માટે – ચિગવેલ, એસેક્સ
ડૉ. ચિલા કુમારી સિંહ બર્મન – કલાકાર. વિઝ્યુઅલ આર્ટની સેવાઓ માટે, ખાસ કરીને કોવિડ-19 દરમિયાન – લંડન
એન્જેલા છડા – એક્ઝિક્યુટિવ ડિરેક્ટર, સ્પ્રિંગબોર્ડ ઓપર્ચ્યુનિટીઝ લિમિટેડ. બાળકો અને યુવાનોની સેવાઓ માટે – બેલફાસ્ટ, આયર્લેન્ડ
પ્રોફેસર ઈન્દ્રનીલ ચક્રવર્તી – અધ્યક્ષ, બ્રિટિશ એસોસિએશન ઓફ ફિઝિશિયન ઓફ ઈન્ડિયન ઓરિજિન, ઈન્સ્ટિટ્યૂટ ફોર હેલ્થ રિસર્ચ એન્ડ કન્સલ્ટન્ટ ફિઝિશિયન, સેન્ટ જ્યોર્જ યુનિવર્સિટી હોસ્પિટલ્સ NHS ફાઉન્ડેશન ટ્રસ્ટ. હેલ્થકેર સેક્ટરની સેવાઓ માટે – સેન્ટ ઑલ્બન્સ, હર્ટફર્ડશાયર
ગઝૈન ચૌધરી – વ્હીલચેર બાસ્કેટબોલની સેવાઓ માટે – લંડન
ડો. ઉમાકાંત રામચંદ્ર દવે – કન્સલ્ટન્ટ ફિઝિશિયન, સ્વૉન્સી બે યુનિવર્સિટી હેલ્થ બોર્ડ. NHS ની સેવા માટે – સ્વૉન્સી, વેસ્ટ ગ્લેમોર્ગન
સંજીવિની દત્તા – ડિરેક્ટર, કદમ ડાન્સ. ડાન્સની સેવાઓ માટે – લુટન
દેવિકા મિહિરી અનોજા ફર્નાન્ડો, રિસર્ચ લાઇબ્રેરી મેનેજર, ડિપાર્ટમેન્ટ ફોર વર્ક એન્ડ પેન્શન. આંતરરાષ્ટ્રીય લાયબ્રેરિયનશીપની સેવાઓ માટે – લંડન
રઝિયા તારિક હદાયત – સ્થાપક અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર, હિમાયા હેવન CIC. સમુદાયની સેવાઓ માટે – બર્મિંગહામ
હુમેરા હક્કાની – મેનેજિંગ ડિરેક્ટર, લેટ્સ ટૉક. રોશડેલમાં વ્યવસાય અને સમુદાયની સેવાઓ માટે – રોશડેલ, ગ્રેટર માન્ચેસ્ટર
સફિયા જામા – ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર, વિમેન્સ ઇન્ક્લુઝીવ ટીમ, સ્વૈચ્છિક અને સખાવતી ક્ષેત્રની સેવાઓ માટે – લંડન
અમીત જોગિયા – કાઉન્સિલર, લંડન બરો ઓફ હેરો અને કો-ચેર, કન્ઝર્વેટિવ ફ્રેન્ડ્સ ઓફ ઈન્ડિયા. રાજકીય અને જાહેર સેવા માટે – લંડન
ડૉ મનોજકુમાર નરોત્તમ લીલાધર જોશી DL – સ્વયંસેવક. કોવિડ-19 દરમિયાન બ્રેડફર્ડમાં સમુદાયની સ્વૈચ્છિક સેવાઓ માટે – બ્રેડફર્ડ
ચુનીલાલ ઓધવજી કક્કડ – બ્રેન્ટમાં સમુદાયની સેવાઓ માટે – લંડન
નજમા ખાલિદ – સ્થાપક, મહિલા CHAI પ્રોજેક્ટ અને લીડ ઓર્ગેનાઈઝર, પેરેન્ટ પાવર ઓલ્ડહામ. સમુદાયની સેવાઓ માટે – ઓલ્ડહામ
ઝમીર ખાન – કોમ્યુનિટી વોલંટીયર – બ્લેકબર્ન મુસ્લિમ બુરિયલ સોસાયટી અને કોવિડ-19 દરમિયાન બ્લેકબર્નમાં સમુદાયની સેવાઓ માટે – બ્લેકબર્ન.
બરજિન્દરપાલ લાલ – હેડ ઑફ સ્કીલ્સ, JGA ગ્રુપ, લંડન. એપ્રેન્ટિસશીપ અને કૌશલ્ય તાલીમ માટેની સેવાઓ માટે – ગ્રીનફર્ડ
નીતિન નટવરલાલ માધવજી (નિક માધવજી) – સ્થાપક અને ચીફ એક્ઝિક્યુટિવ, જોસ્કોસ સોલ્યુશન્સ લિ. શિક્ષણ, વ્યવસાય અને ચેરિટી સેવાઓ માટે – લંડન
સંદીપ મહલ – પૂર્વ ડિરેક્ટર, નોટિંગહામ યુનેસ્કો સિટી ઑફ લિટરેચર. નોટિંગહામમાં સાહિત્ય, કલા અને સંસ્કૃતિની સેવાઓ માટે – વોલ્સૉલ
કિરીટ મોદી – માનદ પ્રમુખ, નેશનલ કિડની ફેડરેશન અને નેશનલ બ્લેક એશિયન એન્ડ માઈનોરીટી એથનિક ટ્રાન્સપ્લાન્ટ એલાયન્સ. વંશીય લઘુમતી સમુદાયોમાં અંગદાનની સેવાઓ માટે – લંડન
પ્રોફેસર શ્રીમતી રાજગોપાલન મુરલી – કન્સલ્ટન્ટ ઓર્થોપેડિક સર્જન, રાઈટીંગ્ટન, વિગન અને લેઈટીચીંગ હોસ્પિટલ્સ NHS ફાઉન્ડેશન ટ્રસ્ટ. NHS માં કામ કરતા આંતરરાષ્ટ્રીય ડોકટરોની સેવાઓ માટે – વિગન, ગ્રેટર માન્ચેસ્ટર
પ્રોફેસર દલજીત નાગ્રા – અધ્યક્ષ, રોયલ સોસાયટી ઓફ લિટરેચર. સાહિત્યની સેવાઓ માટે – લંડન
બદ્રુન નેસા પાશા – સહ-સ્થાપક, બાંગ્લાદેશી મહિલા સંઘ. વેસ્ટ મિડલેન્ડ્સમાં બાંગ્લાદેશી સમુદાયની સેવાઓ માટે – બર્મિંગહામ
શરણ પસરિચા – સ્થાપક, એનિસમોર. હોટેલ ઉદ્યોગની સેવાઓ માટે – લંડન
કવન દીપકચંદ્ર પટેલ – પૂર્વ ડેપ્યુટી ડાયરેક્ટર, હેડ ઑફ સોસ્યલ કોન્ટેક્ટ, કેબિનેટ ઓફિસ અને કોવિડ-19 ડિરેક્ટોરેટ લીડ, હોમ ઓફિસ. કોવિડ-19 રિસ્પોન્સ સેવાઓ માટે – લંડન.
ભાવના રમણભાઈ પટેલ – હ્યુમન રિસોર્સ કન્સલ્ટન્ટ, ડિફેન્સ બિઝનેસ સર્વિસ, સંરક્ષણ મંત્રાલય. સંરક્ષણ સેવાઓ માટે – લંડન
ભરત પટેલ – કોવિડ-19 દરમિયાન ગ્રેટર લંડનમાં સમુદાયની સેવાઓ માટે – વોટફર્ડ
ડૉ ચિત્રા રામકૃષ્ણન – દક્ષિણ ભારતીય શાસ્ત્રીય ગાયક અને નૃત્યાંગના, અને ફાઉન્ડર ડાયરેક્ટર, બ્રિટિશ કર્ણાટિક ગાયીકા. દક્ષિણ ભારતીય શાસ્ત્રીય સંગીત અને નૃત્યના પ્રમોશનની સેવાઓ માટે – સોલિહલ
રાજા સુલેમાન રઝા – સ્થાપક અને CEO, સ્પાઈસ વિલેજ. કોવિડ-19 દરમિયાન બિઝનેસ અને ચેરીટી સેવાઓ માટે – લંડન
ગુરવિન્દર સિંઘ સંધેર – CEO, કોહેસન પ્લસ. કેન્ટમાં કલા અને સમુદાયની સેવાઓ માટે – લોંગફિલ્ડ, કેન્ટ
હર્ષદ પુરષોત્તમ સૌજાની જેપી – કોમ્યુનિટી સેફ્ટી એજ્યુકેટર, લેસ્ટરશાયર ફાયર એન્ડ રેસ્ક્યુ સર્વિસ. ફાયર સેફ્ટીની સેવાઓ માટે – લેસ્ટર
સુમન રાજ શ્રેષ્ઠા – પ્રોફેશનલ લીડ, રોયલ કોલેજ ઓફ નર્સિંગ અને ક્રિટિકલ કેરમાં નર્સ કન્સલ્ટન્ટ, ફ્રિમલી હેલ્થ NHS ફાઉન્ડેશન ટ્રસ્ટ. ક્રિટિકલ કેર નર્સિંગની સેવાઓ માટે – ક્રોથોર્ન, બર્કશાયર
અનવર ઉદ્દીન – ફેન્સ ફોર ડાયવર્સિટી કેમ્પેઈન મેનેજર, ફૂટબોલ સપોર્ટર્સ એસોસિએશન. એસોસિએશન ફૂટબોલની સેવાઓ માટે – લંડન
સંજયકુમાર જયંતિલાલ વડેરા – CEO, ધ ફ્રેગરન્સ શોપ એન્ડ પર-સેન્ટ. ઇન્ટરનેશનલ ટ્રેડ માટે – અલટ્રિંચમ, ગ્રેટર માન્ચેસ્ટર
અમીતા વિર્ક – માર્કેટ લીડર, ડિપાર્ટમેન્ટ ફોર ઇન્ટરનેશનલ ટ્રેડ. અર્થતંત્રની સેવાઓ માટે – બ્રિસ્ટોલ
મેડલીસ્ટ ઑફ ધ ઓર્ડર ઑફ બ્રિટિશ એમ્પાયર
મન્સૂર અહમદ – કોવિડ-19 દરમિયાન લંડન બરો ઓફ મર્ટનમાં સમુદાયની સેવાઓ માટે – લંડન
મોહમ્મદ તાહિર અલી – કોવિડ -19 દરમિયાન પ્રેસ્ટન, લેન્કેશાયરમાં સમુદાયની સેવાઓ માટે – પ્રેસ્ટન
ઇબ્રાર અલી – વોલંટીયર ડેવલપમેન્ટ મેનેજર, બ્રેડફર્ડ મૂર પ્લે અને સપોર્ટ સર્વિસ. બ્રેડફર્ડમાં સમુદાયની સ્વૈચ્છિક સેવાઓ માટે – બ્રેડફર્ડ
અમજીદ હુસૈન ડિરેક્ટર, બ્રેડફોર્ડ મૂર પ્લે અને સપોર્ટ સર્વિસ. બ્રેડફર્ડમાં સમુદાયની સ્વૈચ્છિક સેવાઓ માટે – લીડ્સ
મો. નઝરૂલ ઇસ્લામ – કોવિડ-19 દરમિયાન ટાવર હેમલેટ્સમાં સમુદાયની સેવાઓ માટે – લંડન
લક્ષ્મણ રાવ કાસ્ટલા – સ્થાપક અને ચેર ઑફ ટ્રસ્ટીઝ, ડ્રીમસાઈ. મિલ્ટન કીન્સમાં સમુદાયની સખાવતી સેવાઓ માટે – મિલ્ટન કીન્સ.
એન્જેલા રોઝમેરી ખલીલ – પેટ્રન અને પૂર્વ પ્રમુખ, બ્રિટિશ રેડ ક્રોસ, એસેક્સ. સ્વૈચ્છિક સેવા માટે – બિશપ્સ સ્ટોર્ટફર્ડ, હર્ટફોર્ડશાયર
અબરાર ખાન – ઇલફર્ડ, રેડબ્રિજમાં કોવિડ-19 દરમિયાન સમુદાયની સેવાઓ માટે – લંડન
ફઝલ અબ્બાસ કિનખાબવાલા – બર્મિંગહામમાં ભારતીય અને પાકિસ્તાની સમુદાયો અને બર્મિંગહામમાં કિંગ એડવર્ડ VI ની શાળાઓની સેવાઓ માટે – બર્મિંગહામ
ઇન્દ્રપ્રસાદ લિમ્બુ – બ્રોડકાસ્ટ ટેકનિશિયન, બ્રિટિશ ફોર્સિસ બ્રોડકાસ્ટિંગ સર્વિસ. સશસ્ત્ર દળોની સેવાઓ માટે – બેસિંગસ્ટોક, હેમ્પશાયર
રૂકેયા ખાનમ મિયાહ – નર્સિંગ અને વરિષ્ઠ મિડવાઇફના ડેપ્યુટી એસોસિયેટ ડિરેક્ટર, બ્રેડફર્ડ ટીચિંગ હોસ્પિટલ્સ NHS ફાઉન્ડેશન ટ્રસ્ટ. કોવિડ-19 દરમિયાન મેટરનિટી અને હેલ્થકેર એજ્યુકેશનની સેવાઓ માટે – કેઈલી, વેસ્ટ યોર્કશાયર
વર્ષા મિસ્ત્રી – ફોરેન્સિક પ્રેક્ટિશનર, મેટ્રોપોલિટન પોલીસ સર્વિસ. પોલીસિંગમાં વિવિધતા અને સમાવેશ અને હિન્દુ સમુદાયની સેવાઓ માટે – લંડન
જોએન મોહમ્મદ – રજિસ્ટર્ડ નર્સ, રોયલ બોલ્ટન હોસ્પિટલ. નર્સિંગ અને ડિસેબિલિટી અવેરનેસની સેવાઓ માટે – બ્લેકબર્ન
મો. ઓલીઉર રહેમાન – કોવિડ-19 દરમિયાન ઈસ્લિંગ્ટનમાં સમુદાયની સેવાઓ માટે – લંડન
નફેસા સાલાહ-ઉદ-દિન – સિવિલ સર્વિસ લોકલ ડિલિવરી અને એન્ગેજમેન્ટ લીડ, કેબિનેટ ઓફિસ. વિવિધતા અને સમાવેશની જાહેર સેવાઓ માટે – લંડન
અશફાક સિદ્દીક – કોવિડ-19 દરમિયાન બાર્કિંગ અને ડેગનહામમાં સમુદાયની સેવાઓ માટે – લંડન
જયેશકુમાર દયારામભાઈ સોલંકી (જય કુમાર સોલંકી) – ગ્રેટર લંડનમાં ડાન્સ અને સમુદાયની સેવાઓ માટે – લંડન
અબ્દુલ વકીલ – નિયામક, ઇસ્લામિક ઇન્ટિગ્રેશન કોમ્યુનિટી સેન્ટર. હન્સલોમાં મુસ્લિમ સમુદાયની સેવાઓ માટે – લંડન
થાસન યોગનાથન – કેર હોમ મેનેજર, અમ્માનફર્ડ. ડિમેન્શિયા ધરાવતા લોકો અને અમ્માનફર્ડ, વેલ્સમાં સમુદાયની સેવાઓ માટે – (લેનેલી, કાર્માર્થનશાયર)