પાકિસ્તાન સરકારે આંતરરાષ્ટ્રીય સ્તરે સંરક્ષિત જાહેર કરવામાં આવેલા હૌબારા બસ્ટાર્ડ પક્ષીના શિકાર માટે દુબઇના શાસક શેખ મોહંમદ બિન રશીદ અલ મકતૌમ અને રાજવી પરિવારના બીજા છ સભ્યોને સાત સ્પેશિયલ પરમીટ જારી કરી છે. આ પરમીટ 2020-21ની શિકાર સિઝન માટેની છે.
ડોન વર્તમાનપત્રના અહેવાલ અનુસાર આરબ રાજવી પરિવારને અગાઉ આવી પરમીટનો વિરોધ કરનારા વડાપ્રધાન ઇમરાન ખાને આ વખત સ્પેશ્યલ પાસ આપ્યા છે. સાઉદી પ્રિન્સ ફહદ બિન સુલ્તાન બિન અબ્દુલ અઝિઝ અલ સાઉદે જાન્યુઆરી 2014માં 1,977 પક્ષીઓનું શિકાર કર્યો હોવાનું માનવામાં આવે છે. આ શિકારની ઘણી ટીકા થઈ હતી, પરંતુ આવી પરંપરા હજુ ચાલુ છે.