ભારત સરકારે સોમવારે જણાવ્યું હતું કે ભારતના દસ રાજ્યોમાં બર્ડ ફ્લૂને અત્યાર સુધી પુષ્ટી મળી છે. સરકારે જળાશયો, બર્ડ માર્કેટ, ઝૂ અને પોલ્ટ્રી ફાર્માના સર્વેલન્સ પર ભાર મૂક્યો હતો. ગુજરાતમાં વલસાડ, વડોદરા અને સુરત જિલ્લામાં બર્ડ ફ્લૂને પુષ્ટી મળી હતી. રાજસ્થાનના ટોન્ક, કરૌલી, ભિલવાડા જિલ્લામાં કાગડા, પ્રવાસી, પક્ષીઓના મોત બર્ડ ફ્લૂથી થયા હોવાને પુષ્ટી મળી હતી.
10 જાન્યુઆરી સુધીમાં કેરળ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, હિમાચલપ્રદેશ, હરિયાણા, ગુજરાત અને ઉત્તરપ્રદેશ સહિત સાત રાજ્યોમાં બર્ડ ફ્લૂને પુષ્ટી મળી હતી. 11 જાન્યુઆરીએ દિલ્હી, ઉત્તરાખંડ અને મહારાષ્ટ્રમાં પણ પુષ્ટી મળી હતી.
ઉતરાખંડના કોટવાર અને દહેરાદૂન જિલ્લામાં પણ કાગડાના બર્ડ ફ્લૂથી થયા હતા. દિલ્હીમાં કાગળા અને બતકના મોત થયા હતા. મહારાષ્ટ્રના મુંબઈ, થાણે, દાપોલી, બીડમાં એવિયેશન ઇન્ફ્લૂએન્ઝાને પુષ્ટી મળી છે.