કોરોના મહામારી પછી ભારતમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ, હિમાચલ પ્રદેશ અને કેરળ પણ બર્ડ ફ્લૂનું જોખમ ઊભું થયું છે. હરિયાણા, હિમાચલ, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને કેરળમાં અત્યાર સુધીમાં 84,775 પક્ષીનાં મૃત્યુ થયા છે. હિમાચલ, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને કેરળમાં બર્ડ ફ્લૂની પુષ્ટિ કરવામાં આવી છે. હરિયાણા 70 હજારથી વધારે પક્ષીના મોત થયા છે અને ગુજરાત 53 પક્ષીના મોત થયા છે. આ તમામ પક્ષીઓનાં સેમ્પલ તપાસ માટે ભોપાલ મોકલવામાં આવ્યાં હતા.. આટલી મોટો સંખ્યામાં પક્ષીઓનાં મૃત્યુ બાદ 6 રાજ્યમાં અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
આ રાજ્યોમાં અત્યાર સુધીમાં ઘણા પક્ષીઓ મૃત્યુ પામ્યા છે અને રાજ્ય સરકારોએ એલર્ટ જારી કર્યું છે. બીજી તરફ બર્ડ ફ્લૂને કારણે બિહાર, ઝારખંડ, ઉત્તરાખંડ અને કર્ણાટકમાં પણ તકેદારી રાખવામાં આવી રહી છે. એવિયન ઈન્ફલ્યુએન્ઝા વાયરસને લીધે થતો આ રોગ માત્ર પક્ષીઓ માટે જ નહીં પરંતુ મનુષ્ય માટે પણ જીવલેણ છે.
હરિયાણાના અંબાલા અને પંચકુલાની વચ્ચે આવેલા બરનાલા બેલ્ટમાં મંગળવરે એક લાખ મરઘીના મોત નીપજ્યાં હતા. કેટલાક નમૂનાઓ લેબ ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા છે H5N1 વાયરસને કારણે મરઘીઓના મોત થયા હોવાનું માનવામાં આવે છે. બરનાલા બેલ્ટને હરિયાણમાં પોલ્ટ્રીનું હબ માનવામાં આવે છે.
હિમાચલ પ્રદેશના કાંગરા જિલ્લાના પોન્ગ ડેમ તળાવ અભયારણ્યમાં લગભગ 1800 પ્રવાસી પક્ષીઓ મૃત હાલતમાં મળી આવ્યા હતા. પક્ષીઓના નમૂનાઓમાં H5N1 વાયરસની પુષ્ટિ કરવામાં આવી છે. આ પછી, વહીવટીતંત્રે ડેમની આજુબાજુ 10 કિલોમીટરના વિસ્તારમાં એલર્ટ જાહેર કર્યું હતું. અહીં કોઈને પણ જવાની મંજૂરી નથી. આ ઉપરાંત વિસ્તારમાં માછલી, મરઘાં અને ઇંડાના વેચાણ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
કેરળના કોટ્ટાયમ જિલ્લા વહીવટીતંત્રે જણાવ્યું કે, નીંદૂરમાં એક બતક ઉછેર કેન્દ્રમાં બર્ડ ફ્લૂ મળી આવ્યો છે અને ત્યાં 1,200 થી વધુ બતકના મોત થયા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર અલપ્પુઝા જિલ્લાના કુટ્ટાનદના કેટલાક ખેતરોમાં પણ બર્ડ ફ્લૂના આવા જ કેસ નોંધાયા છે. ત્યારબાદ વાયરસના ફેલાવાને રોકવા માટે 48,000 પક્ષીઓને મારવાનો આદેશ જારી કરવામાં આવ્યો હતો.