જનરલ બિપિન રાવતને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી સહિતના નેતાઓ શ્રદ્ધાંજલિ આપી હતી. જનરલ બિપિન રાવતને શ્રદ્ધાંજલિ આપતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે તેઓ એક અસાધરણ સૈનિક અને સાચા દેશભક્ત હતા. તેમણે ભારતના સશસ્ત્રદળોને આધુનિક બનાવામાં અને સુરક્ષા તંત્રમાં સુધારો કરવામાં શ્રેષ્ઠ યોગદાન આપ્યું હતું.
મોદીએ જણાવ્યું હતું કે જનરલ રાવતના અચાનક નિધનથી તેમને ઘણુ દુઃખ થયું છે. પોતાના શોકસંદેશમાં તેમણે જણાવ્યું હતું કે જનરલ રાવત, તેમના પત્ની અને બીજા અધિકારીઓના મોતથી તેમણે આઘાત લાગ્યો છે. તેણે પૂરી ક્ષમતાથી ભારતની સેવા કરી હતી. રાહુલ ગાંધીએ જનરલ રાવત, તેમના પત્નીના નિધન અંગે શોક વ્યક્ત કર્યો હતો અને આ ઘટનાને ખૂબ જ કરુણ ઘટના લેખાવી હતી.