Public trust in US Supreme Court at 50-year low after abortion ruling
પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

કાઉન્સિલે કર્મચારી સામે વંશીય ભેદભાવ કર્યો હોવાનું જણાયા બાદ જજે એમ્પલોયમેન્ટ  ટ્રિબ્યુનલ સામેની અપીલને ફગાવી દીધી છે.

ભારતીય મૂળના બ્રિટિશ નાગરિક અને સોસ્યલ વર્કર બિંદુ પરમાર બાબતે લેસ્ટર સિટી કાઉન્સિલના સ્ટાફના વરિષ્ઠ સભ્ય, રૂથ લેક દ્વારા લેવામાં આવેલા નિર્ણયોમાં “જાતિએ ભાગ ભજવ્યો” હોવાનું જણાયું હતું. ઓથોરિટીની અપીલ તેના તમામ 11 આધારો પર મંગળવારે ફગાવી દેવામાં આવી હતી.

શ્રીમતી પરમારે દાવો કર્યો હતો કે જાન્યુઆરી 2021માં ડીસીપ્લીનરી ઇન્વેસ્ટીગેશન બાબતે તેમની સાથે ભેદભાવ કરવામાં આવ્યો હતો. શ્રીમતી પરમાર પર નેતૃત્વના ધોરણોને અનુરૂપ કામ નહિં કરવાનો આરોપ મૂકાયો હતો, પરંતુ પેનલને જાણવા મળ્યું હતું કે તપાસ શરૂ કરવા માટે કશું યોગ્ય મળ્યું ન હતું. કાઉન્સિલે કહ્યું છે કે તે અપીલના ચુકાદા સાથે અસંમત છે અને પ્રવક્તાએ જણાવ્યું હતું કે ઓથોરિટી આ નિર્ણયને પડકારવાનું વિચારી રહી છે. કોર્ટ ઓફ અપીલ દ્વારા વધુ અપીલ પર કાર્યવાહી કરવામાં આવશે.

58-વર્ષીય શ્રીમતી પરમારે કાઉન્સિલમાં 33 વર્ષ સુધી કામ કર્યું હતું.

LEAVE A REPLY