Hindenburg shakes up Adani empire, wipes $100 billion in market value
Getty Images)

અદાણી ગ્રૂપ મુંબઈ એરપોર્ટમાં જીવીકે ગ્રૂપની ભાગીદારીનું સંપાદન કરશે. અરબપતિ ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની અધ્યક્ષવાળા ગ્રૂપએ સોમવારે કહ્યુ કે તેમનું મુંબઈ એરપોર્ટમાં જીવીકે ગ્રૂપની ભાગીદારી ખરીદવા અને નિયંત્રણ પ્રાપ્ત કરવાનો કરાર થઈ ગયો છે. કોવિડ-19ના કારણે એએઆઈએ આ વર્ષે જૂનમાં અદાણીને આ ત્રણ એરપોર્ટ અમદાવાદ, મેંગલુરૂ અને લખનૌનું મેનેજમેન્ટ સંભાળવા માટે વધુ ત્રણ મહિના આપ્યા. આનો અર્થ એ છે કે તેને આનુ મેનેજમેન્ટ સંભાળવા માટે 12 નવેમ્બર સુધીનો સમય છે.

અદાણી એન્ટરપ્રાઈઝે શેર બજારોને મોકલેલી જાણકારીમાં કહ્યુ છે કે અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સે જીવીકે એરપોર્ટ ડેવલપર્સના દેવાના સંપાદનને લઈને કરાર કર્યો છે. જીવીકે સમૂહની પાસે મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ લિમિટેડની 50.50 ટકા ભાગીદારી છે. દેવાનું ઈક્વિટીમાં બદલવામાં આવશે. બંને કંપનીઓએ આ કરારનો નાણાકીય પક્ષનો ખુલાસો કર્યો નથી. માહિતીમાં કહેવામાં આવ્યુ છે કે અદાણી ગ્રૂપ માયલમાં એરપોર્ટ્સ કંપની ઑફ સાઉથ આફ્રિકા તથા બિડવેસ્ટની 23.5 ટકા ભાગીદારી સંપાદન માટે પણ પગલુ ઉઠાવશે.

આ માટે તેને ભારતીય પ્રતિસ્પર્ધા આયોગની મંજૂરી મળી ચૂકી છે. આ ડીલ પૂરી થયા બાદ જીવીકેની 50.50 ટકા ભાગીદારીની સાથે મુંબઈ એરપોર્ટમાં અદાણી ગ્રૂપની ભાગીદારી 74 ટકા થઈ જશે. મોદી સરકારે ગત કેબિનેટ મીટિંગમાં સાર્વજનિક, ખાનગી ભાગીદારીના માધ્યમથી એરપોર્ટ ઓથોરિટી ઑફ ઇન્ડિયાના જયપુર, ગુવાહાટી અને તિરૂવનંતપુરમ એરપોર્ટને ભાડા પર આપવાના પ્રસ્તાવને પણ મંજૂરી આપી દીધી હતી. આ મંજૂરી સરકારે પબ્લિક-પ્રાઈવેટ પાર્ટનરશિપ હેઠળ આપી છે. એટલે કે ત્રણેય એરપોર્ટ હવે ખાનગી કંપનીઓ ચલાવશે. આ વાતની ચર્ચા પહેલેથી હતી કે મોદી સરકાર કેટલાક એરપોર્ટને ખાનગી હાથમાં આપી શકે છે.