(Photo by Tim P. Whitby/Getty Images)
જાણીતો શો- બિગબોસ ઓટીટી 3 ટૂંક સમયમાં શરૂ થઈ રહ્યો છે. આ અંગે જિઓસિનેમા દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે આ સીઝનનું સંચાલન અનિલ કપુર કરશે. છેલ્લી કેટલીક સીઝનથી સલમાન ખાન બિગબોસનો ચહેરો બની ગયો હતો. પરંતુ તાજેતરમાં જિઓ સિનેમા દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે આ વખતનો ચહેરો અનિલ કપૂર હશે.
તો સમય અગાઉ જાહેર કરાયેલાં શોના પ્રોમો દ્વારા જ અનિલ કપૂર આ શોનું સંચાલન કરશે તેવો અંદાજ મળી ગયો હતો.જોકે, આ પ્રોમોમાં અનિલનો ચહેરો બતાવાયો નહોતો પરંતુ ‘ઝક્કાસ હીરોને બધાએ ઓળખી લીધા.’ કહીને નિર્માતાએ તારીખ અને સંકેત બંને આપી દીધાં હતાં. 21 જૂનથી જિઓ સિનેમા પર બિગબોસ ઓટીટી 3 શરૂ થઇ રહ્યું છે.
આ વખતનાં બિગબોસમાં ઘણા સોશિયલ મીડિયા ઇન્ફ્લ્યુએન્સર સહિત કેટલાંક મોટાં નામોની પણ ચર્ચા છે. શોના મકર્સ દ્વારા ક્રિતિ સેનનની બહેન નુપૂર સેનનો પણ સંપર્ક કરવામાં આવ્યો હતો. જેમાં નુપૂરે પણ રસ દર્શાવ્યો છે. પરંતુ હજુ કોઈ કન્ફર્મેશન મળ્યું નથી. આ સીઝનમાં અનુષા દાંડેકર, હર્ષદ ચોપડા, શાહજાદા ધામી અને શિખર ધવન પણ હોય શકે છે.

LEAVE A REPLY