Record earnings of Sri Lanka Cricket Board
પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

માહિતી અને પ્રસારણ સચિવ અપૂર્વ ચંદ્રાએ મોટી ટેકનોલોજી કંપનીઓ ડિજિટલ ન્યૂઝ પ્રકાશકોને આવકમાં હિસ્સો આપે તેવી જોરદાર તરફેણ કરી છે. ડિજિટલ ન્યૂઝ પ્રકાશકો મૂળમાં ન્યુઝ કન્ટેન્ટનું સર્જન કરતાં હોય છે. આ તૈયાર ન્યુઝ કન્ટેન્ટનો ગૂગલફેસબૂક જેવી મોટી ટેકનોલોજી કંપનીઓ ઉપયોગ કરતી હોય છે અને આવકમાં કોઇ હિસ્સો આપતી હોતી નથી.  

શુક્રવારે ડિજિટલ ન્યૂઝ પબ્લિશર્સ એસોસિએશન (DNPA) કોન્ફરન્સમાં મોકલવામાં આવેલા સંદેશમાં ચંદ્રાએ જણાવ્યું હતું કે ઓસ્ટ્રેલિયાકેનેડાફ્રાન્સ અને યુરોપિયન યુનિયને કાયદા ઘડીને પહેલેથી જ આ અંગે પહેલ કરી છે અને તેમના સ્પર્ધા પંચોને મજબૂત બનાવ્યા છેજેનાથી ન્યુઝ સામગ્રીના સર્જકો અને એગ્રેગેટર્સ વચ્ચે આવકની વાજબી વહેંચણી થઈ શકે  

DNPA કોન્ફરન્સમાં એક સંદેશમાં તેમણે જણાવ્યું હતું કે તમામ પ્રકાશકોના ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ન્યુઝ કન્ટેન્ટના મૂળ સર્જકો છે. તેથી ન્યુઝ ઇન્ડસ્ટ્રીઝની વૃદ્ધિ માટે તે અગત્યનું છે કે બીજાના ન્યુઝ કન્ટેન્ટના એગ્રેગેટર તરીકે કામ કરતા મોટા ટેક પ્લેટફોર્મ આવકમાં તેમને વાજબી હિસ્સો આપે.  

તેમણે જણાવ્યું હતું કે કોરોના મહામારી પછી માત્ર ડિજિટલ ન્યૂઝ ઇન્ડસ્ટ્રી જ નહીંપરંતુ પ્રિન્ટ ન્યૂઝ ઇન્ડસ્ટ્રીની નાણાકીય તંદુરસ્તી અંગે મુદ્દા ઊભા થયા છે. તે સ્પષ્ટ છે કે જો પરંપરાગત સમાચાર ઉદ્યોગ પર નકારાત્મક અસર થતી રહેશેતો લોકશાહીના આપણા ચોથા સ્તંભ ગણાતા પત્રકારત્વના ભાવિને પણ ફટકો પડશે. તેથી તે પત્રકારત્વ અને વિશ્વસનીય ન્યૂઝ સામગ્રીનો પણ પ્રશ્ન છે. પરંપરાગત સમાચાર ઉદ્યોગ રાષ્ટ્રની સેવાનો લાંબો ઇતિહાસ ધરાવે છે.  

તેમણે કહ્યું હતું કે પરંપરાગત સમાચાર ઉદ્યોગમાં ચેક અને બેલેન્સની પર્યાપ્ત પ્રણાલીઓ હોય છે તેથી  સાચા અને તથ્યપૂર્ણ સમાચારો લોકો સુધી પહોંચે છે. આ ઇન્ડસ્ટ્રી  સ્વ-નિયમનની આપણું નીતિનું પણ સારું ઉદાહરણ છે.

Leave a reply

  • Default Comments (0)
  • Facebook Comments