સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને પાકિસ્તાનમાં સહાય અને રોકાણમાં વધારો કરવાનો આદેશ આપ્યો છે. (Photo by Leon Neal/Getty Images,)

સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને પાકિસ્તાનમાં સહાય અને રોકાણમાં વધારો કરવાનો આદેશ આપ્યો છે. તેનાથી વિનાશક પૂરથી પીડિત દક્ષિણ એશિયાઈ રાષ્ટ્રની અર્થવ્યવસ્થાને રાહત અણીના સમયે મદદ મળશે.
સાઉદી ફંડ ફોર ડેવલપમેન્ટ પાકિસ્તાનની સેન્ટ્રલ બેંકમાં ડિપોઝિટને અગાઉ $3 બિલિયનથી વધારીને $5 બિલિયન કરવા પર એક અભ્યાસ હાથ ધરશે. રાજ્ય સંચાલિત સાઉદી પ્રેસ એજન્સીએ મંગળવારે આ અહેવાલ આપ્યો હતો. રિપોર્ટ અનુસાર પાકિસ્તાનમાં રોકાણ વધારીને $10 બિલિયન કરવાની યોજનાનું પણ મૂલ્યાંકન કરશે.

સાઉદીનું આ ફંડ વિકાસશીલ દેશોને પ્રોત્સાહન આપવા અને નવા સંબંધોને મજબૂત કરવાના સાધન તરીકે સોફ્ટ લોન અને અનુદાન પ્રદાન કરે છે. ક્રાઉન પ્રિન્સે દ્વિપક્ષીય સંબંધોને વધારવા અને સહયોગને મજબૂત કરવાના માર્ગોની સમીક્ષા કરવા માટે પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ સૈયદ અસીમ મુનીર સાથે મુલાકાત કર્યાના એક દિવસ બાદ આ નિવેદન આવ્યું છે.

ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ સાથે લોનના હપ્તાઓના વિતરણમાં વિલંબ થયા બાદ પાકિસ્તાનની અર્થવ્યવસ્થા પૈસા વગર મુશ્કેલીમાં છે. પૂરને કારણે પરિસ્થિતિ વધુ ખરાબ થઈ હતી. આ પૂરથી દેશનો ત્રીજા ભાગ ડૂબી ગયો હતો અને તેનો વિકાસ અડધો કરી નાખ્યો હતો. પાકિસ્તાન કટોકટીનો સામનો કરવા માટે મિત્ર દેશો પર આધાર રાખે છે. આ અઠવાડિયાની શરૂઆતમાં, રાષ્ટ્રને $10 બિલિયનથી વધુની સહાયની પ્રતિબદ્ધતાઓ પ્રાપ્ત થઈ હતી.

દેશનો વિદેશી હૂંડિયામણ અનામત ઘટીને $5.6 બિલિયન થઈ ગઈ છે, જે લગભગ નવ વર્ષમાં સૌથી નીચી છે. હાલની ફોરેક્સ રિઝર્વ એક મહિના કરતાં ઓછી આયાતને આવરી લેવા માટે પૂરતું છે. સત્તાવાળાઓને ઊર્જા બિલ ઘટાડવા અને ડૉલર બચાવવા માટે કરકસરનાં પગલાં જાહેર કરવાની ફરજ પડી છે.

LEAVE A REPLY