ભારતના શેરબજારના બિગ બુલ ગણાતા રાકેશ ઝુનઝુનવાલાનું આકસ્મિક હાર્ટ એટેકને પગલે મુંબઈમાં રવિવારે નિધન થયું હતું. તબિયત લથડતા તેમને બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ડૉક્ટરોએ તેમને ત્યાં મૃત જાહેર કર્યા હતા. તેમની ઉંમર 62 વર્ષ હતી અને તેમને ભારતના વોરેન બફેટ માનવામાં આવતા હતા.
5 જુલાઈ 1950ના રોજ જન્મેલા ઝુનઝુનવાલાના પિતા ઈન્કમટેક્સ કમિશ્નર હતા. તેમના પત્ની રેખા ઝુનઝુનવાલા પણ બહુ મોટા ઈન્વેસ્ટર છે. તેમને બે બાળકો છે. ઝુનઝુનવાલાએ 7 ઓગસ્ટે જ તેમની લો કોસ્ટ એરલાઇન આકાશ એરની પ્રથમ ઉડાન શરૂ કરી હતી. તે સમયે તેઓ લોન્ચ વખતે દેખાયા હતા. તેઓ ઘણા સમયથી જાહેર જીવનથી દૂર હતા.
1985માં કોલેજકાળમાં ઝુનઝુનવાલાએ માત્ર પાંચ હજાર રૂપિયાથી રોકાણની શરૂઆત કરી હતી. ઝુનઝુનવાલા ભારતના સૌથી ધનાઢ્ય લોકોમાં 46મા ક્રમે હતા. તેમની પાસે 45,000 કરોડથી વધારે નેટવર્થ હતી તેમનો જાદૂઈ હાથ જે શેર પર પડતો હતો તે રાતોરાત ઉછળી જતો હતો. એટલે જ એવું કહેવાતું હતું કે ઝુનઝુનવાલા માટીને અટડી જાય તો પણ તે સોનું થઈ જતી હતી. આજ કારણે રોકાણકારોની તેમની દરેક ચાલ પર નજર રહેતી હતી.