બોલિવૂડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચને સોમવારે જણાવ્યું હતું કે તેમને આંખની સર્જરી કરાવી છે અને ધીમે ધીમે રિકવર થઈ રહ્યાં છે. 78 વર્ષીય સ્ટારની બીજી આંખમાં પણ સર્જરી કરવામાં આવશે. નવા બ્લોગ પોસ્ટમાં બીગ બીએ જણાવ્યું હતું કે તેમના દિવસો ધીમે ધીમે પસાર થઈ રહ્યાં છે કારણ કે તેઓ હાલમાં બરાબર વાંચી કે લખી શકતા નથી.
બચ્ચને તેમની આંખમાં શાની સર્જરી કરાવી છે તેની વિગત આપી નહતી, પરંતુ વિગતવાર સમજાવ્યું હતું કે તેમને વેસ્ટ ઇન્ડિઝના મહાન ક્રિકેટર ગેરી સોબર્સ જેવું કેમ લાગે છે. બચ્ચને લખ્યું હતું કે એક મજબૂત ટીમ સામે વેસ્ટ ઈન્ડિઝની હાલત નબળી હતી અને તેઓ મેચ હારી જશે તેમ લાગતું હતું. ગ્રેરી સોબર્સ પોતાના ડ્રેસિંગ રૂમમાં હતો અને આ જોઈને તેણે રમની બોટલ બહાર કાઢી અને થોડી પીધી. જ્યારે તેનો બેટિંગનો વારો આવ્યો ત્યારે તેણે સૌથી ઝડપી 100 રન કર્યા હતા. કેવી રીતે આ કર્યું તે પૂછવામાં આવતા તેણે કહ્યું હતું કે, તેને 3 બોલ દેખાતા હતા અને તે વચ્ચેના બોલને મારતો હતો. સોબર્સ સાથે સરખામણી કરતાં બિગ બીએ લખ્યું, “મારી આંખની હાલત પણ આવી કંઈ જ છે. મને દરેક શબ્દના ત્રણ અક્ષર દેખાય છે અને હું વચ્ચેનું બટન દબાવું છું.