અમેરિકાના પ્રેસિડન્ટ જો બાઇડેન અને વાઇસ પ્રેસિડન્ટ કમલા હેરિસે મહાવીર જયંતીના પ્રસંગે જૈન સમુદાયને શુભકામના આપી હતી અને જણાવ્યું હતું કે ભગવાન મહાવીરના દિવ્ય વચનોથી અમને સત્ય અને અહિંસાની પ્રેરણા મળી છે. અમેરિકાના પ્રેસિડન્ટે ભગવાન મહાવીરની જન્મજયંતીના પ્રસંગે શુભકામના આપી હોય તેવું કદાચ પ્રથમ વખત બન્યું છે. બાઇડનને રવિવારે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે જિલ બાઇડન અને હું મહાવીર જયંતીની ઉજવણી કરી રહેલા જૈન સમુદાયને શુભકામના આપીએ છીએ. મહાવીર સ્વામીએ સત્ય અને અહિંસાનો સંદેશ આપ્યો છે. કમલા હેરિસે ટ્વીટ કર્યું હતું કે હેપ્પી મહાવીર જયંતી.
