અમેરિકાના પ્રેસિડેન્ટ બાઈડેનના સમર્થકોનો વર્ગ તેમના પુત્ર હન્ટર બાઈડેન પર તાજેતરમાં મૂકાયેલા આરોપથી જરા પણ ચિંતિત નથી. તેનું ઉદાહરણ બાઈડેન તેમના બાઈડેનોમિક્સ એજન્ડા પર ભાષણ આપવા લાર્ગો મેરીલેન્ડની એક કોલેજમાં પહોંચ્યા ત્યાં તેમને જોઈને ઉત્સાહિત થયેલી ભીડમાં પ્રતિબિંબિત થાય છે.
લોકો 80 વર્ષના બાઈડેન સાથે હાથ મિલાવવા અથવા સેલ્ફી લેવા ઉત્સાહિત હતા. આ ઉત્સાહમાં બાઈડેન પણ મતદાન વિશેની ચિંતાઓ, મહાભિયોગની પૂછપરછ, ઉંમર અને લાગેલા આરોપો થોડા સમય માટે ભૂલી ગયા હતા. પ્રેસિડેન્ટ સામે જે આરોપો છે તેના અંગે સુસાન્ના એન્ડરસનને પૂછાતા તેણે જણાવ્યું હતું કે આ એક રાજકીય આરોપ છે, બીજું કશું જ નહીં.
તેમણે ગુરુવારે એ હકીકતનો કોઈ ઉલ્લેખ કર્યો નહોતો કે તેમના પુત્ર પર બંદૂક ખરીદવાનો આરોપ મુકાયો હતો જ્યારે તે ડ્રગ્સનો ઉપયોગ કરી રહ્યો હતો, જેના લીધે બાઈડેનની 2024 ની ફરીથી ચૂંટણી ઝુંબેશ ઉપર આફતના નવા ઓળા ઉતર્યા છે.
“શું તમે તેને સ્ટેજ ઉપર દોડતા જોયા છે? હું તેનાથી ચિંતિત નથી,” 34 વર્ષના એનિસિયા પોર્ટરે કહ્યું. “તેમણે મજબૂત હેન્ડશેક કર્યું છે… તે મને મારા દાદાની યાદ અપાવે છે.” વ્હાઈટ હાઉસ બાઈડેનને ફરીથી પ્રેસિડેન્ટપદ માટેની ઝુંબેશના માર્ગે આગળ ધપાવવા ઉત્સુક છે, એવી ભાવના વચ્ચે કે અમેરિકાની આર્થિક સુધારણાની તેમની કારભારી ચૂંટણીમાં નોંધણી કરી રહી નથી.