અમેરિકાના પ્રેસિડેન્ટ બાઇડેને 2024ના વર્ષના 6.9 ટ્રિલીયન ડોલરના બજેટમાં ધનિકો ઉપર આકરો કરબોજ સૂચવ્યો છે અને તે ઉપરાંત સામાજિક ખર્ચમાં વધારા તથા મહત્વના માળખાકીય ક્ષેત્રે જંગી રોકાણની દરખાસ્ત કરી છે. હાઉસ ઓફ રીપ્રેઝન્ટેટીવમાં બહુમતિ ધરાવતા રીપબ્લિકનોએ બજેટને ‘નોન-સ્ટાર્ટર’ ગણાવ્યું હતું.
ફીલાડેલ્ફિયામાં રેલીને સંબોધતા બાઇડેને જણાવ્યું હતું કે, તેમનું બજેટ લાખો પરિવારોને પરવડે તેવી હેલ્થકેર સેવા ઉપલબ્ધ કરાવશે. 1.7 ટ્રિલીયન ડોલરની બજેટ ખાધ ઘટાડાના દાવા સાથે બાઇડેને જણાવ્યું હતું કે, 10 વર્ષમાં બજેટ ખાધ લગભગ ત્રણ ટ્રિલીયન ડોલર ઘટાડાશે. બાઇડેને જણાવ્યું હતું હતું સામાન્ય કામકાજમાં નાગરિકે ધનિકો કરતાં વધારે ટેક્સ આપવાનો હોય નહીં. બજેટ દરખાસ્તોમાં ધનિકો ઉપર લઘુત્તમ 25 ટકા ટેક્સ, કોર્પોરેટ શેર બાયબેક ઉપર એક ટકા સરચાર્જ, માર્જિનલ ઇન્કમ ઉપરાંત કોર્પોરેટ ઇન્કમ ટેક્સ 21 ટકાથી વધારી 28 ટકા કરવા સૂચવાયું છે. રીપબ્લિકનો સાથે મતભેદોની વાત સ્વીકારતા પ્રેસિડેન્ટ બાઇડેને જણાવ્યું હતું કે, વિપક્ષ સાથે વાતચીત માટે તેઓ તૈયાર છે. વાઇસ પ્રેસિડેન્ટ કમલા હેરિસે જણાવ્યું હતું. તેમનું બજેટ કિંમત – ખર્ચ ઘટાડા, કામદારલક્ષી, રોકાણ, મેડીકેર અને સોશિયલ સિક્યુરિટી મજબૂતીના આશય સાથેનું છે.
વિપક્ષી રીપબ્લિકન સભ્યોએ બજેટની ટીકા કરતાં જણાવ્યું હતું કે, ડાબેરી વિચારધારાવાળી ખર્ચ નીતિથી ફૂગાવો વધી રહ્યો છે તથા વર્તમાન દેવા કટોકટી ગંભીર બની છે. સ્પીકર મેક્કાર્થી, વિપક્ષી નેતા સ્ટીવ સ્કાલિક્ષ બહુમતિ વ્હીપ એમર તથા રીપબ્લિકન કોન્ફરન્સનાં અધ્યક્ષાં એલિસે જણાવ્યું હતું કે, આગામી 30 વર્ષમાં રાષ્ટ્રીય દેવું અર્થતંત્રનાં કદ કરતાં બમણું થશે અને સરકારે એકલા વ્યાજ પેટે 10 ટ્રિલિયન ડોલર ચૂકવવા પડશે.