ફાઇલ ફોટો (ANI Photo)

ભારતમાં G20 સમીટના બે દિવસ પહેલા અમેરિકાના પ્રેસિડન્ટ જો બાઇડન નવી દિલ્હી આવી પહોંચશે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય બેઠક પણ યોજાશે. ભારતમાં 9-10 સપ્ટેમ્બરે G20 દેશોના વડાઓની બેઠક યોજાઈ રહી છે.  

વ્હાઇટ હાઉસે જાહેરાત કરી હતી કે અમેરિકી પ્રેસિડન્ટ બાઇડન G20 સમિટમાં ભાગ લેવા માટે 7 સપ્ટેમ્બરે ભારતની મુલાકાત લેશેજ્યાં તેઓ વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય બેઠક પણ કરશે. ગુરુવારે પ્રેસિડન્ટ G20 નેતાઓની સમિટમાં ભાગ લેવા માટે નવી દિલ્હી જશે. 8 સપ્ટેમ્બરે પ્રેસિડન્ટ બાઇડન ભારતના વડાપ્રધાન મોદી સાથે દ્વિપક્ષીય બેઠકમાં ભાગ લેશે. 

શનિવાર અને રવિવારે પ્રેસિડન્ટ બાઇડન G20 સમિટમાં ભાગ લેશે. આ બેઠકમાં G20ના નેતાઓ સ્વચ્છ ઉર્જાઆબોહવા પરિવર્તન સહિતના વૈશ્વિક મુદ્દાઓને અંગે ચર્ચાવિચારણા કરશે. તેઓ રશિયા-યુક્રેન યુદ્ધની આર્થિક અને સામાજિક અસરોને હળવી કરવાનાવર્લ્ડ બેન્ક સહિત બહુરાષ્ટ્રીય વિકાસ બેન્કોની ક્ષમતામાં વધારો કરવાના તથા ગરીબી સામે વધુ સારી લડત આપવાના મુદ્દાઓની ચર્ચાવિચારણા કરશે. 

પોતાના યાત્રા પહેલા બાઇડને જણાવ્યું હતું કે તેઓ આ અઠવાડિયે ભારતની તેમની યાત્રાની રાહ જોઈ રહ્યા છે પરંતુ તેઓ નિરાશ છે કે તેમના ચીની સમકક્ષ શી જિનપિંગ નવી દિલ્હીમાં યોજાનારી જી-20 સમિટમાં ભાગ લેશે નહી તેનાથી નિરાશ થયા છે. 

LEAVE A REPLY