અમેરિકામાં પ્રેસિડન્ટ તરીકે ચૂંટાયેલા જો બિડેન દેશ સામેની સૌથી મોટી સમસ્યા કોરોના મહામારીનો સામનો કરવા કોરોનાવાઇરસ ટાસ્ટ ફોર્સની બેઠક બોલવશે, જ્યારે પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ તેમનો હોદ્દો જાળવી રાખવા માટે કાનૂની વ્યૂહરચના ઘડી રહ્યાં છે.
બિડેન વિલ્મિંગ્ટન, ડેલવેરમાં કોરોના મહામારી પર અંકુશ અને અર્થતંત્રને મજબૂત બનાવવા અંગેની યોજના અંગે નિવેદન કરશે. જોકે ટ્રમ્પે હજુ હાર સ્વીકારી નથી અને ચૂંટણીમાં કથિત ગેરરીતિનો દાવો કરીને સંખ્યાબંધ કોર્ટ કેસ દાખલ કર્યા છે. જોકે રાજ્યોના અધિકારીઓએ જણાવ્યું હતું કે કોઇ મોટી ગેરરીતિની કોઇ માહિતી કે પુરાવા નથી.
ટ્રમ્પ સોમવારે કોઇ પબ્લિક ઇવેન્ટ કરવાની યોજના ધરાવતા નથી. ટ્રમ્પ ગુરુવાર પછીથી જાહેરમાં કંઇ બોલ્યાં નથીી. જોકે ટ્રમ્પ કેમ્પેઇનના પ્રવક્તાએ જણાવ્યું હતું કે તેઓ લોકોનું સમર્થન મેળવવા માટે રેલી યોજવાની યોજના બનાવી રહ્યાં છે.
ટ્રમ્પે સત્તા પરિવર્તન માટેના પણ હજુ કોઇ સંકેત આપ્યાં નથી. ટ્રમ્પે કાનૂની લાઇડ માટે સમર્થન મેળવવા માટે સંખ્યાબંધ રેલી યોજવાની યોજના બનાવી છે. જોકે ક્યારે અને ક્યાં રેલી યોજાશે તે હજુ નક્કી નથી. ટ્રમ્પે કેટલાંક રાજ્યોમાં ફરી મતગણતરીની માગણી માટે તેમની ટીમ્સની જાહેરાત કરી છે. જોકે નિષ્ણાતો જણાવે છે કોર્ટ કેસ જેવા પ્રયાસોને સફળતા ન મળે તેવી શક્યતા છે.