અમેરિકાના પ્રેસિડેન્ટ જો બાઈડેને ગયા સપ્તાહે બુધવારે (9 ઓગસ્ટ) એક એક્ઝિક્યુટિવ ઓર્ડર દ્વારા ચીનમાં સંવેદનશીલ હાઇ-ટેક ક્ષેત્રોમાં કેટલાક અમેરિકન મૂડીરોકાણો ઉપર પ્રતિબંધિત ફરમાવે છે. આ પગલું વિશ્વના ટોચના બે અર્થતંત્રો વચ્ચેના સંબંધોમાં વધુ તંગદિલી ઉભી કરી શકે છે.
લાંબા સમયથી અપેક્ષિત આ નિયમો, આવતા વર્ષે અમલમાં આવવાની ધારણા છે. તેમાં સેમિકન્ડક્ટર્સ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેવા ક્ષેત્રો ટાર્ગેટમાં છે, કારણ કે વોશિંગ્ટન મુખ્ય ટેકનોલોજીની એક્સેસ ચીન માટે મર્યાદિત કરવા માંગે છે.
બાઈડેને એક્ઝિક્યુટિવ ઓર્ડરની જાહેરાત કરતા યુએસ કોંગ્રેસના નેતાઓને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે અમેરિકાની ઓપન ઇન્વેસ્ટમેન્ટની પ્રતિબદ્ધતા તેની આર્થિક નીતિનો પાયાનો પથ્થર છે અને તે અમેરિકાને નોંધપાત્ર લાભો પ્રદાન કરે છે. જો કે, કેટલાક રોકાણો અમેરિકા અને તેના સહયોગીની ક્ષમતા માટે પડકારરૂપ બનતા કેટલાક દેશોમાં સંવેદનશીલ ટેક્નોલોજી અને ઉત્પાદનોના વિકાસની સફળતાને વેગ આપી શકે છે અને તેમાં વધારો કરી શકે છે.
ટ્રેઝરી ડીપાર્ટમેન્ટના જણાવ્યા અનુસાર, આ આદેશ નવી ખાનગી ઇક્વિટી, વેન્ચર કેપિટલ તથા અદ્યતન સેમિકન્ડક્ટર્સમાં સંયુક્ત સાહસોના રોકાણો અને ચીનમાં કેટલીક ક્વોન્ટમ ઇન્ફર્મેશન ટેક્નોલોજીમાં રોકાણો પ્રતિબંધિત કરે છે.
એક વરિષ્ઠ સરકારી અધિકારીએ નામ નહીં આપવાની શરતે જણાવ્યું હતું કે, “આઉટબાઉન્ડ ઇન્વેસ્ટમેન્ટ પ્રોગ્રામ યુનાઇટેડ સ્ટેટ્સની રાષ્ટ્રીય સુરક્ષા ટૂલકિટમાં રહેલી એક નિર્ણાયક ખાલી જગ્યા પુરી દેશે.” “અમે વાત કરી રહ્યા છીએ તે એક ખાસ બહોળો નહીં એવો અને વિચારશીલ અભિગમ છે કારણ કે અમે ચીનને લશ્કરી આધુનિકીકરણને પ્રોત્સાહન આપતું અને યુએસની રાષ્ટ્રીય સુરક્ષાને નબળી પાડતી સૌથી અદ્યતન ટેકનોલોજી મેળવવા અને તેનો ઉપયોગ કરતું અટકાવવા માંગીએ છીએ.”