અમેરિકા થનારી પ્રેસિડેન્ટ પદની ચૂંટણીનો માહોલ બરાબર ગરમાયો છે. રાજનીતિ અને રાજરમત તેની ચરમસીમાઓ છે ત્યારે એક સર્વેમાં હાલના પ્રેસિડેન્ટ ટ્રમ્પ કરતાં ડેમોક્રેટિક ઉમેદવાર જો બિડેન આગળ જણાય છે.આમ બિડેનની જીતની શક્યતાઓ વધતી દેખાય છે. જાણકારો અનુસાર, જો આ અંતર ચૂંટણી સુધી ઘટતો જશે તો ટ્રમ્પની હાર નિશ્ચિંત છે. અમેરિકાની ક્વિનિયોક યુનિ. દ્વારા કરવામાં આવેલા રાષ્ટ્રીય સર્વે અનુસાર, પ્રૂમખ ટ્રમ્પ તેમના નજીકના પ્રતિસ્પર્ધી જો બિડેન કરતાં 15 પોઇન્ટ પાછળ ચાલી રહ્યા હતા.
સર્વેમાં નોંધાયેલા મતદારોમાં 52 ટકા લોકોએ બિડેનને જ્યારે 33 ટકા લોકોએ ટ્રમ્પને પસંદ કર્યા હતા.અમેરિકાની ચૂંટણીમાં અર્થતંત્ર પછી ચીનનો મુદ્દો સૌથી મોટો મુદ્દો છે.બીજી તરફ એક અન્ય સર્વેક્ષણમાં પણ ટ્રમ્પને પાછળ પડતા જોવા મળ્યા હતા. આ સર્વે એનબીસી-ડબલ્યુએસજે દ્વારા કરવામાં આવ્યો હતો.આ સર્વેમાં પણ બિડેન આગળ જ દોડતા જણાયા હતા.
આ સર્વેમાં બિડેનને 51 ટકા જ્યારે ટ્રમ્પને 40 ટકા લોકોએ પ્રમુખપદે પસંદ કર્યા હતા. એમ માનવામાં આવે છે કે અર્થતંત્રના કારણે મતદારો ટ્રમ્પની ખુબ નારાજ હતા.ચૂંટણીમાં આૃર્થવ્યવસૃથા, કોરોના અને ચીન સૌથી મોટા મુદ્દા છે. વિજ્ઞાાપનોની સમીક્ષા કરનાર રિપબ્લીકન પોલ્સ્ટર ફ્રેન્ક અનુસાર, ચૂંટણીમાં બંને ઉમેદવારો વચ્ચે ગળાકાપ સ્પર્ધા રહેશે. ચૂંટણીમાં અમેરિકાની આૃર્થ વ્યવસૃથા સૌથી મોટો મુદ્દો બનશે.
જો કે કોરોનાની મહામારીથી પણ લોકો ત્રાસી ગયા હતા અને લાખોની સંખ્યામાં સંક્રમિતબનેલા અમેરિકનો માટે આ પણ એક મુદ્દો છે. તેમના માટે ત્રીજો સૌથી મોટો મુદ્દો ચીન છે. બંને ઉમેદવારો ચીન પ્રત્યે ખુબ જ નારાજ જણાય છે.ચીન અંગે બંનેની પ્રચાર છોવણીઓએ અનેક વિજ્ઞાાપનો જારી કર્યા હતા.
ટ્રમ્પના પ્રચાર મેનેજરોએ આ વખતે વિજ્ઞાાપનોનો સહારો લીધો હતો. વિજ્ઞાપનોમાં બિડેન ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગનું સ્વાગત કરતા દેખાય છે. તો બીજી તરફ બિડેનના અભિયાનમાં કોરોનાવાઇરસને ટ્રમ્પ વહીવટી તંત્ર ખુબ હળવાશથી લીધો હોવાનો દાવો કરાયો હતો. ઉપરાંત પારદર્શિતાના કારણે જિનપિંગની પ્રશંસા કરતા દેખાયા હતા.જો કે એ પણ હકીકત છે કે કોરોના માટે ચીન જ જવાબદાર છે.