અમેરિકામાં ડેમોક્રેટિક પાર્ટીના પ્રેસિડન્ટપદના ઉમેદવાર જો બિડેને એક મોટી જાહેરાત કરતા જણાવ્યું છે કે જો તે ચૂંટણીમાં જીવશે તો 11 મિલિયન ગેરકાયદે ઇમિગ્રન્ટ્સને નાગરિકતા આપશે. અમેરિકામા 3 નવેમ્બરે પ્રમુખપદની ચૂંટણી થવાની છે.
બિડને જણાવ્યું હતું કે આપણે હાલની ઇમિગ્રેશન કટોકટીનો ઉકેલ લાવવો પડશે. હું હાઉસ અને સેનેટમાં ઇમિગ્રેશન બિલ મોકલીશ. તેનાથી 11 મિલિયન લોકોને સિટિઝનશીપ મળશે.
બિડેને જણાવ્યું હતું કે અમે આ મુદ્દાને ગંભીરતાથી લઇ રહ્યાં છે અને અમે આ માટે હાઉસ ઓફ સેનેટમાં એક બિલ રજૂ કરીશું. કોરોનાને કારણે બગડેલા અર્થતંત્રને સુધારવા અને સમગ્ર વિશ્વમાં અમેરિકાના નેતૃત્ત્વને ફરીથી સ્થાપિત કરવાના મુદ્દાને પણ તેઓ પ્રાથમિકતા આપશે.
જો તમે સત્તામાં આવશો તો પ્રથમ 30 દિવસમાં ક્યાં પગલા ભરશે તેવા પ્રશ્નના જવાબમાં બિડેને જણાવ્યું હતું કે ઘણુ બધું ખોટું થયું છે જેને સુધારવાની જરૂર છે. અત્યાર સુધી જે નુકસાન થયું છે તેને ભરપાઇ કરવું જરૂરી છે. પ્રથમ જરૂરિયાત કોરોના સામે અસરકારક લડાઇ છે. અર્થતંત્રને સારી સ્થિતિમાં લાવવું પણ એક પડકાર છે.
બિડેને વધુમાં જણાવ્યું હતું કે ટ્રમ્પ વહીવટી તંત્રની અયોગ્ય નીતિઓને કારણે અમેરિકાને ભારે નુકસાન થયું છે. આ અયોગ્ય નીતિઓને દૂર કરી દેશને યોગ્ય દિશામાં આગળ વધારવાનું છે. પ્રથમ કાર્ય કોરોના સામે લડીને અર્થતંત્રને પાટા પર ચડાવવાનું છે.