Sunak has a strong hold on the government
(Photo by Peter Summers/Getty Images)

વડા પ્રધાન ઋષિ સુનકની કન્ઝર્વેટિવ્સ પાર્ટીને પેટાચૂંટણીઓમાં ત્રણ પૈકી બે બેઠકોમાં હારનો સામનો કરવા પડ્યો હતો. અક્સબ્રિજ અને રાયસ્લિપમાં થયેલી પેટાચૂંટણીમાં કોન્ઝર્વેટીવ પાર્ટીની માંડ 495 મતોની લીડવાળી જીતને લેબર મેયર સાદિક ખાનની વિવાદાસ્પદ અલ્ટ્રા લો એમિશન ઝોન (ULEZ) વિસ્તારવાની યોજના વિરુદ્ધના મત તરીકે જોવામાં આવે છે.

અક્સબ્રિજની મુલાકાતે ગયેલા સુનકે કહ્યું હતું કે ત્યાંની જીત દર્શાવે છે કે આગામી સામાન્ય ચૂંટણી “એક પૂર્ણ સોદો” નથી. અમારે બમણી મહેનત કરવી પડશે, યોજનાને વળગી રહેવું પડશે અને લોકો સુધી પહોંચાડવું પડશે.”

લેબર પાર્ટીએ નોર્થ ઈંગ્લેન્ડમાં સેલ્બી અને આઈન્સ્ટી બેઠકની 20,000થી વધુ મતની લીડને ઉથલાવીને સીટ જીતી હતી. જૉન્સનના સાથી નાઇજેલ એડમ્સના રાજીનામા બાદ પેટા ચૂંટણી જીતીને 25 વર્ષીય કેર માથેર ભારતીય મૂળના લેબર સાંસદ નાદિયા વિટ્ટોમને પછાડીને સંસદના સૌથી યુવા સભ્ય બન્યા છે.

લેબર લીડર સર કેર સ્ટાર્મરે જણાવ્યું હતું કે “આ એક ઐતિહાસિક પરિણામ છે જે દર્શાવે છે કે લોકો લેબર તરફ, એક બદલાયેલ પક્ષને જોઈ રહ્યા છે. જે પૂરી રીતે કામકાજની મહત્વાકાંક્ષી, વ્યવહારિક યોજના સાથે કામ કરવાની પ્રાથમિકતાઓ પર કેન્દ્રિત છે.”

લિબરલ ડેમોક્રેટ્સના કાઉન્સિલર સારાહ ડાઇકે સાઉથ વેસ્ટ ઇંગ્લેન્ડમાં સમરસેટ અને ફ્રોમ પેટાચૂંટણી 21,187 મતો મેળવી જીતી હતી. જ્યારે કન્ઝર્વેટિવ ફેય પુરબ્રિક 10,179 મતો સાથે બીજા સ્થાને રહ્યા હતા. ડ્રગ લેવા અને જાતીય ગેરવર્તણૂકના આરોપોને પગલે ભૂતપૂર્વ ટોરી સાંસદ ડેવિડ વોરબર્ટનના રાજીનામાને પગલે પેટાચૂંટણી થઈ હતી.

સમરસેટમાં સખત પ્રચાર કરનાર લિબ ડેમ નેતા સર એડ ડેવીએ પાર્ટીની “અદભૂત જીત”ને બિરદાવી હતી.

LEAVE A REPLY