ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના ભવ્ય વિજય પછી ગુજરાત ભાજપના પ્રમુખ સી આર પાટીલે જણાવ્યું હતું કે ભૂપેન્દ્ર પટેલ રાજ્યના મુખ્યપ્રધાન તરીકે ચાલુ રહેશે અને તેમનો શપથ ગ્રહણ સમારોહ 12 ડિસેમ્બરે યોજાશે.
ગાંધીનગરમાં પ્રેસ કોન્ફરન્સમાં સી આર પાટીલે જણાવ્યું હતું કે ભૂપેન્દ્ર પટેલ રાજ્યના મુખ્યપ્રધાન તરીકે ચાલુ રહેશે અને તેમનો શપથગ્રહણ સમારોહ 12 ડિસેમ્બરે યોજાશે.
“મફતના વચનોની” રાજનીતિથી ગુજરાતના લોકોને હીન ચિતરવાનો પ્રયાસ કરવા બદલ આમ આદમી પાર્ટી પર પ્રહાર કરતાં પાટિલે કહ્યું હતું “આપએ ક્યારેય ગુજરાતી અસ્મિતા વિશે વિચાર્યું નથી અને ગુજરાતી લોકોના માનસ સાથે ક્યારેય જોડાઈ શક્યું નથી.”
તેમણે જણાવ્યું હતું કે “તમામ ગુજરાતી વિરોધી દળોનો પરાજય થયો છે… કોંગ્રેસે આત્મમંથન કરવું જોઈએ કે તેઓ શા માટે જનતાનું સમર્થન ગુમાવી રહ્યા છે.”
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના 8 ડિસેમ્બરે આવેલા પરિણામમાં ભાજપનો 156 બેઠકો પર વિજય થયો હતો અથવા તેના પર આગળ હતું, જ્યારે કોંગ્રેસને માત્ર 17 બેઠકો મળી છે. આમ આદમી પાર્ટી પણ માત્ર 5 બેઠકો પર આગળ હતી.