ગુજરાતમાં કોરોનાના કેસોમાં વધારાના ટ્રેન્ડની વચ્ચે બુધવાર, 29 જૂને રા્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ કોરોનો પોઝિટિવ આવ્યા હતા. કોરોનાના હળવા લક્ષણો જણાતા તેમણે કોવિડ ટેસ્ટ કરાવ્યો હતો. રિપોર્ટ બાદ તેમણે કોવિડ પ્રોટોકોલ મુજબ તેમણે પોતાના નિવાસ સ્થાને હાઈસોલેશનમાં રહેવાનો નિર્ણય કર્યો હતા. મુખ્યપ્રધાનની તબિયત સ્વસ્થ છે.
અમદાવાદામાં ભગવાન જગન્નાથ મંદિરમાં ત્રણ દિવસના કાર્યક્રમની શરૂઆત થવા જઈ રહી છે. રથયાત્રા પૂર્વે પરંપરા મુજબ મુખ્યપ્રધાનના હસ્તે ભગવાનના રથમાં પહિંદ વિધિ કરવામાં આવે છે. આગલા દિવસે અને સવારે પણ વિશેષ પૂજા-અર્ચનામાં પણ મુખ્યપ્રધાન હાજરી આપતા હોય છે.
રાજ્યમાં કોરોનાએ ફરી માથું ઉંચક્યું છે. બુધવારે કોરોનાના 529 કેસો નોંધાયા હતા.રાજ્યમાં કોરોનાના કુલ 2914 એક્ટિવ કેસ છે. અમદાવાદમાં સૌથી વધુ કેસ નોંધાયા હતા. તે પછી સુરત અને વડોદરાનો નંબર છે. એક તરફ રથયાત્રા જેવો મોટો તહેવાર આવી રહ્યો છે અને બીજી તરફ કોરોનાના કેસો વધી રહ્યા છે ત્યારે સરકાર માટે પણ કોરોનાનું સંક્રમણ ફેલાતું અટકાવવાનું કામ પડકારજનક બન્યું છે.