અમેરિકાની ફર્સ્ટ લેડી ડો. જિલ બાઇડને સિલિકોન વેલીની મુલાકાત દરમિયાન અગ્રણી ઇન્ડિયન અમેરિકન ટેક આંત્રેપ્રિન્યોર અને કમ્યુનિટી લીડરની પ્રશંસા કરી હતી. બાઇડન સરકારના મેસેજ જાહેર જનતા સુધી પહોંચાડવા બદલ તેમણે આ પ્રશંસા કરી હતી.
સિલિકોન વેલીમાં ટોચના ડેમોક્રેટિક લીડર્સ સાથેની બંધબારણાની બેઠક દરમિયાન ફર્સ્ટ લેડીએ સિલિકોન વેલીના ઇન્ડિયન અમેરિકન આંત્રેપ્રિન્યોર અજય જૈન ભુટોરિયા અને તેમના યોગદાનનો ઉલ્લેખ કર્યો હતો. ગયા સપ્તાહની આ મુલાકાત દરમિયાન જિલ બાઇડને પ્રેસિડેન્શિયલ ઇલેક્શન કેમ્પેઇન દરમિયાન ભુટોરિયાના નિવાસસ્થાનની તેમની મુલાકાતને પણ ફરી યાદ કરી હતી. આ બેઠકમાં હાજર રહેનારા નેતાએ જણાવ્યું હતું કે ફર્સ્ટ લેડીએ પ્રેસિડન્ટ બાઇન અને ડેમોક્રેટિક પાર્ટી માટે મજબૂત સમર્થન બદલ ભુટોરિયાની વખાણ કર્યા હતા. ડેમોક્રેટિક પાર્ટીના ફાઇનાન્સ કમિટી મેમ્બર ભુટોરિયાએ જણાવ્યું હતું કે પ્રેસિડન્ટ બાઇડન અને વિદેશ પ્રધાન એન્ટની બ્લિન્કન તથા તેમની ટીમ યુક્રેનના સમર્થનમાં નાટોના સાથી દેશોને એકજૂથ રાખીને તેમનું નેતૃત્વ કરવાની શ્રેષ્ઠ કામગીરી કરી રહી છે.