ઇન્ડિયન અમેરિકન ભવ્યા લાલની સોમવારે નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન (નાસા)ના કાર્યકારી ચીફ ઓફ સ્ટાફ તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. ભવ્યા લાલ જો બાઇડનની પ્રેસિડેન્શિયલ ટ્રાન્ઝિશન એજન્સી રિવ્યૂ ટીમના સભ્ય હતા અને તેમણે બાઈડન તંત્રમાં આ એજન્સીમાં પરિવર્તન સંલગ્ન કામગીરી પર દેખરેખ રાખી હતી.
અમેરિકાની અવકાશ સંસ્થા નાસાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે ભવ્યા પાસે એન્જિનિયરિંગ અને સ્પેસ ટેક્નોલોજીનો બહોળો અનુભવ છે. તે સ્પેસ ટેક્નોલોજી અને પોલિસી સોસાયટીના સક્રિય સભ્ય પણ છે. નાસાએ વરિષ્ઠ એજન્સી હોદ્દાઓ માટે નિમણૂક અંગે કેટલાક નામો આપ્યા છે. ભવ્યા લાલ એજન્સીમાં કાર્યકારી પ્રમુખ તરીકે જોડાયા છે.
ભવ્યા લાલ પાસે 2005થી 2020 સુધી ઈન્સ્ટિટ્યૂટ ફોર ડિફેન્સ એનાલિસિસ સાયન્સ એન્ડ ટેક્નોલોજી પોલિસી ઈન્સ્ટિટ્યૂટમાં સંશોધન સ્ટાફના સભ્ય તરીકે કામ કરવાનો અનુભવ છે. આ ઉપરાંત એન્જિનિયરિંગ અને સ્પેસ ટેક્નોલોજીનો પણ વ્યાપક અનુભવ ધરાવે છે. ભવ્યા લાલ સાયન્સમાં બેચલર અને ન્યુક્લિયર એન્જિનિયરિંગમાં માસ્ટરની ડિગ્રી ધરાવે છે.