The Bhavan events

ધ ભવન, 4a કેસલટાઉન રોડ, વેસ્ટ કેન્સિંગ્ટન, લંડન, W14 9HE

  • ધ ભવન દ્વારા પોતાના કલા સ્વરૂપોને ઉછેરતી યુવા પ્રતિભાઓની ઉજવણી કરતા અદભૂત ઉત્સવ ત્રિવેણી – ટ્રિપલ બિલના 3 દિવસના કાર્યક્રમોનું આયોજન તા. 11, 12 અને 19 ફેબ્રુઆરીના રોજ સાંજે 4.30થી ત્રણ દિવસ માટે કરવામાં આવ્યું છે. શનિવાર 11 ફેબ્રુઆરીના રોજ હિંદુસ્તાની વોકલ, સિતારવાદન અને તબલાવાદન રજૂ થશે. તા. 12 ફેબ્રુઆરીના રોજ કર્ણાટિક વોકલ, મૃદંગમ, વીણાવાદન, મૃદંગમ, કર્ણાટિક વાયોલિન કાર્યક્રમ થશે. તા. 19 ફેબ્રુઆરીના રોજ ઓડિસી, કથક, ભરતનાટ્યમ રજૂ થશે.
  • પોતાની કારકિર્દીના 50 વર્ષની ઉજવણી કરતા ભારત રત્ન પંડિત રવિશંકરના વરિષ્ઠ શિષ્ય શ્રીમતી પુનિતા ગુપ્તા દ્વારા તેમના વિદ્યાર્થીઓ સાથે મળીને શનિવાર તા 25 ફેબ્રુઆરીના રોજ સાંજે 6 કલાકથી સિતારવાદન કોન્સર્ટ રજૂ થશે. તેમને તબલા પર ઉદિત પાનખાનિયા અને હેવિલેન સીનન તથા મૃદંગમ પર એમ બાલાચંદર સાથ આપશે.
  • ભવન દ્વારા શાસ્ત્રીય સંગીત ઉત્સવનું આયોજન 18 – 19 અને 25 – 26 માર્ચના રોજ સાંજે 6 કલાકથી કરવામાં આવ્યું છે. જેમાં દક્ષિણ ભારતીય અને ઉત્તર ભારતીય સંગીત પરંપરા રજૂ કરતા કાર્યક3મો રજૂ થશે.

સંપર્ક: 020 7381 4608 અને https://bhavan.net/

  • જીએએ લંડન – સીનીયર સીટીઝન ક્લબ (એસસીસી) કેન્ટન હોલ, વુડકોક હિલ, હેરો HA3 0PQ ખાતે કૌશિક અને ઉમેશ ડાયાભાઈ ચૌહાણ દ્વારા તેમના માતાપિતા સ્વ. કમલાબેન અને ડાયાભાઈ લલ્લુભાઈ ચૌહાણની પ્રેમાળ યાદમાં મંગળવાર 17મી જાન્યુઆરી 2023ના રોજ બપોરે 12:00 વાગ્યા પછી લંચનનું આયોજન કરાયું છે. જેમાં શાકાહારી ભોજન પીરસવામાં આવશે. સંપર્ક: સુમિત્રાબેન હરગોવન: 020 8908 0888.

LEAVE A REPLY