Bhasma Aarti and Quick Darshan of Mahakal in Ujjain Rs. 250 can be done

ઉજ્જૈનના પ્રસિદ્ધ મહાકાલ મંદિરમાં દર્શન માટે નવી વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે. જે લોકોને ઝડપી દર્શન અને ભસ્મ આરતી કરવી હોય તો તેમણે રૂ. 250ની ઓનલાઈન ટિકિટ બુક કરાવવી પડશે. મંદિરમાં જે વીઆઇપી લોકોને જિલ્લા તંત્ર પાસેથી પ્રોટોકોલ સુવિધા મળે છે તેમના સિવાય શ્રદ્ધાળુઓને 250 રૂપિયાની ટિકિટ લેવી પડશે. જે બાદ જ મહાકાલ મંદિરમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. શ્રદ્ધાળુઓ મંદિરની વેબસાઈટ દ્વારા ટિકિટ બુક રાવી શકે છે.
ઉજ્જૈન મહાકાલ વ્યવસ્થાપન સમિતિએ 1 ફેબ્રુઆરીથી દર્શનની આ નવી વ્યવસ્થા લાગુ કરી છે.

પ્રોટોકોલના માધ્યમથી સાધુ, સંત, પ્રેસ ક્લબના સભ્ય, પસંદગી પામેલા પત્રકાર, સત્કાર વ્યવસ્થા અંતર્ગત આ લોકોને નિ:શુલ્ક ઝડપી દર્શન વ્યવસ્થાનો લાભ મળશે. આ માટે પણ તેમને પહેલા પ્રોટોકોલની વ્યવસ્થા કરવાની રહેશે. જે બાદ તેમને એક ટોકન નંબર આપવામાં આવશે. તે ટોકન નંબર બતાવીને પ્રોટોકોલ ઓફિસમાંથી રસીદ બનાવવી પડશે, પછી તેઓ દર્શન કરી શકે છે. આ સિવાય VIP પ્રોટોકોલની શ્રેણીમાં આવે છે તેમને પણ નિ:શુલ્ક મહાકાલેશ્વર મંદિરમાં દર્શન માટે પ્રવેશ આપવામાં આવશે. આ લોકોની સાથે આવતા સાથીઓને દર્શન માટે રૂ. 250ની પ્રતિ વ્યક્તિ રસીદ લેવી પડશે.

મહાકાલેશ્વર મંદિરમાં જે શ્રદ્ધાળુ દર્શન કરવા ઈચ્છે છે તે આ વેબસાઈટના માધ્યમથી પણ દર્શન કરી શકે છે. આ માટે પહેલા શ્રદ્ધાળુઓને www.shreemahakaleshwar.com સાઈટ પર જઈને પ્રોટોકોલ દર્શનના નામ અને માહિતી આપવી પડશે. પછી મોબાઈલ પર એક લિંક આવશે, પછી વ્યક્તિદીઠ રૂ. 250 મુજબ ઓનલાઈન જમા કરીને ટિકિટ બુક કરી શકે છે. પ્રોટોકોલ ટિકિટ બુક થતા જ મોબાઈલ પર ઈ-ટિકિટની લિંક આવશે. તેની પ્રિન્ટ લઈને કે પછી મોટા ગણેશ મંદિર પાસે પ્રોટોકોલ કાર્યાલય પર જઈને પ્રિન્ટ લઈ શકે છે. જે બાદ ગેટ નંબર 13થી પ્રોટોકોલના માધ્યમથી આવેલા શ્રદ્ધાળુઓને એન્ટ્રી આપવામાં આવશે. મંદિર સમિતિ તરફથી શ્રદ્ધાળુઓ માટે આ વ્યવસ્થા કરવામાં આવી છે. શ્રદ્ધાળુ પ્રોટોકોલ ગેટ પર પહોંચશે. ત્યાં ઊભેલા મંદિરના કર્મચારી સભા મંડપથી થતા ગણેશ મંડપ સુધી દર્શન કરાવવા સાથે લઈ જશે પછી દર્શન કરાવીને પાછા તે રસ્તેથી જ મંદિરની બહાર મૂકી જશે.

LEAVE A REPLY