ભરુચ જિલ્લાના આમોદ તાલુકાના કાંકરિયા ગામમાં ઓછામાં ઓછા 100 આદિવાસીઓને ઇસ્લામમાં ધર્માંતરણ કરવાના ગેરકાયદે રેકેટના આરોપમાં ગુજરાત પોલીસે બુધવારે ચાર વ્યક્તિઓની ધરપકડ કરી હતી. આ આરોપીએ ઘણા વર્ષોથી વિદેશી ફંડ્સથી ધર્માતરણ પ્રવૃત્તિઓ કરતા હતા, એમ પોલીસે જણાવ્યું હતું. આ કેસના મુખ્ય આરોપી અબ્દુલ્લા ફેફડાવાલાના સંપર્કમાં હતા. ફેડડાવાલા ભરુચના નાબિપુરનો રહેવાસી છે અને હાલમાં લંડનમાં રહે છે.
પોલીસે જણાવ્યું હતું કે દિલ્હીનો રહેવાસી મોહંમદ ઉમર ગૌતમ અને તેનો સાથીદાર સલાઉદ્દીન શેખ (વડોદરા) આ કેસના મુખ્ય આરોપી અબ્દુલ્લા ફેફડાવાલાના સંપર્કમાં હતા. ફેડડાવાલા ભરુચના નાબિપુરનો રહેવાસી છે અને હાલમાં લંડનમાં રહે છે. ગૌતમ અને શેખ હાલમાં વડોદરા જેલમાં છે.
ભરુચના ડેપ્યુટી એસપી એમપી ભોજાણીએ જણાવ્યું હતું કે ભરુચ જિલ્લા પોલીસે 15 નવેમ્બરે કુલ નવ વ્યક્તિ સામે એફઆઇઆર દાખલ કરી હતી, જેમાંથી બુધવારે ચારની ધરપકડ કરવામાં આવી છે. આ આરોપીઓ પૈસા અને બીજા લગ્ન સહિતના પ્રલોભન આપીને આદિવાસીઓને ઇસ્લામ ધર્મ અંગીકાર કરવા માટે પ્રોત્સાહન આપતા હતા.
પોલીસે આઆ કેસમાં અબ્દુલ અઝીઝ પટેલ, યુસુફ પટેલ, ઐયુબ પટેલ અને ઇબ્રાહિમ પટેલની ધરપકડ કરી છે. આ તમામ કાંકરિયા ગામના છે.
ભોજાણીએ જણાવ્યું હતું કે મુખ્ય આરોપી અબ્દુલ્લા ફેફડાવાલાએ ભૂતકાળમાં ઘણીવાર ભરુચની મુલાકાત લીધી હતી. ફેફડાવાલાએ એકત્રી કરેલા આ વિદેશી ફંડ્સનો ઉપયોગ કરીને સ્થાનિક આરોપીએ આશરે 100 વસાવા હિન્દુને ઇસ્લામમાં કન્વર્ટ કર્યા હતા. આ રેકેટ 15 વર્ષથી ચાલે છે. પોલીસે જણાવ્યું હતું કે ગરીબ આદિવાસીઓને ધર્મ પરિવર્તન માટે નાણા, નોકરી, કપડા, અનાજ અને શિક્ષણના પ્રલોભનો આપવામાં આવતા હતા.
દરમિયાન વડોદરા પોલીસે ભરુચ પોલીસને માહિતી આપી હતી કે વડોદરા સ્થિત ચેરિટેબલ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી ઉમર ગૌતમ અને સલાઉદ્દીન શેખ વિદેશી ફંડ્સનો ઉપયોગ કરીને ભરુચમાં વટાળ પ્રવૃત્તિમાં સંડોવાયેલા છે. ઉત્તરપ્રદેશની એન્ટી ટેરરિસ્ટ ક્વોડ (એટીએસ)એ વડોદરમાંથી ગૌતમના સાગરિક શેખની ધરપકડ કરી હતી.
વડોદરા સિટી ક્રાઇમ બ્રાન્ચે બુધવારે જણાવ્યું હતું કે ફેફડાવાલાએ એફસીઆરએ અને હવાલા મારફત શેખને રૂ.80 કરોડ મોકલ્યા હતા. શેખે આ નાણાનો ઉપયોગ કરીને ગુજરાતના સરહદીવિસ્તારમાં ધર્માતરણ કરાવ્યું હતું.