ભારતીય ટીવી શોમાં એક મહિલા કોમેડિયન તરીકે પોતાનું અનોખું સ્થાન ઊભું કરનાર ભારતી સિંહ અત્યારે પ્રેગ્નન્ટ છે અને થોડા સમયમાં બાળકને જન્મ આપશે. ‘કૉમેડી સર્કસ’ના સેટ પર ભારતી અને મૂળ ગુજરાતના હર્ષ લિંબાચિયાની મુલાકાત થઈ હતી. ત્યાર બાદ તેઓ રિલેશનશિપમાં હતાં અને તેમણે ડિસેમ્બર 2017માં ગોવામાં લગ્ન કર્યાં હતાં. ભારતી અત્યારે પ્રેગ્નન્સીની શરૂઆતના સ્ટેજમાં છે. આથી તે અત્યારે તેના દરેક કામમાંથી બ્રેક લઈ રહી છે. થોડો સમય આરામ કર્યા બાદ તે ફરીથી કામ શરૂ કરશે. આ વિશે પૂછતાં ભારતીએ કહ્યું હતું કે ‘હું આ વાતનો સ્વીકાર પણ નહીં કરું અને એને ફગાવી પણ નહીં દઉં. જોકે ચોક્કસ સમય આવશે ત્યારે હું એના વિશે વાત કરીશ. કોઈ પણ વ્યક્તિ આવી વાતને છુપાવી શકે એમ નથી. મારે જ્યારે એ વિશે જણાવવું હશે ત્યારે હું એને જાહેરમાં જણાવીશ.’