મુંબઈની કોર્ટે નશીલા પદાર્થના કેસમાં કોમેડિયન ભારતી સિંહ અને તેના પતિ હર્ષ લિંબાચિયાને શનિવારે ચાર ડિસેમ્બર સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યા હતા. કોર્ટ સોમવારે આ બંનેના જામીનની અરજીની સુનાવણી કરશે.
એનસીબીએ ભારતી સિંહના નિવાસસ્થાને ગાંજો મળ્યા બાદ શનિવારે ભારતી સિંહ અને રવિવારે સવારે તેના પતિ હર્ષની ધરપકડ કરી હતી. ભારતી સિંહને કલ્યાણ જેલમાં શિફ્ટ કરવામાં આવી હતી, જ્યારે હર્ષને ટલોજા જેલમાં લઈ જવામાં આવ્યો હતો.. ડ્રગ્ઝ કેસ હોવાથી જામીન અરજી કિલા કોર્ટમાં દાખલ થશે. હવે બંન્નેની અરજી પર સુનવણી સોમવારે થશે જે બાદ ખબર પડશે કે ભારતી સિંહને રાહત મળશે કે નહી.
મુંબઈમાં ભારતીના ઘર પર NCBએ દરોડા પાડ્યા હતા. આ દરમિયાન ત્યાંથી ગાંજો જપ્ત કરવામાં આવ્યો. પુછપરછમાં ભારતી સિંહે કબુલ્યુ કે તેણે ડ્રગ્ઝ લીધું હતું. લગભગ 6 કલાકની પુછપરછ બાદ ભારતીની ધરપકડ કરવામાં આવી હતી. તે બાદ રાત્રે તેના પતિ હર્ષની પણ ધરપકડ કરવામાં આવી હતી.
રવિવારે સૌથી પહેલા ભારતી સિંહ અને હર્ષ લિંબાચિયાને મેડિકલ અને કોરોના ટેસ્ટ માટે લઈ જવામાં આવ્યા હતા અને સવારે 11.30 કલાકે બંન્ને કોર્ટમાં હાજર કરાયા હતા. તેમની સાથે બે ડ્રગ પેડલર પણ કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા.. કોર્ટ પાસે NCBએ ભારતીના પતિ હર્ષની રિમાન્ડની માંગ કરી હતી પરંતુ તેને સફળતા મળી શકી નહોતી. જે બાદ કોર્ટે બંન્નેને જ્યૂડિશિયલ કસ્ટડીમાં જેલ મોકલી દીધાં હતા, જ્યારે બે પેડલર્સની રિમાંડ પર મોકલવામાં આવ્યા હતા.