રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના વડા મોહન ભાગવતે જણાવ્યું હતું કે જ્ઞાનવાપીનો એક ઇતિહાસ છે,જેને આપણ બદલી શકીએ નહીં. આજે જે હિન્દુઓ અને મુસ્લિમો છે તેમને આ ઇતિહાસ બનાવ્યો નથી. દરરોજ એક મસ્જિદમાં શિવલિંગને શા માટે શોધવાનું ? વિખવાદ સામે માટે વધારવો. તે પણ એક પૂજા છે જેને તેમને અપનાવી છે. તેઓ અહીંના મુસ્લિમો છે. તેમણે કહ્યું કે ભારત કોઇએક પૂજા અને એક ભાષામાં માન્યતા ધરાવતું નથી, કારણ કે કારણે આપણે એકસમાન પૂર્વજોના સંતાન છીએ.
આરએસએસના વડાએ નાગપુરમાં જણાવ્યું હતું કે ઇસ્લામ આક્રમણખોરો મારફત ભારતમાં આવ્યો હતો અને તેમણે ભારતની સ્વતંત્રતા ઇચ્છતા લોકોનું મનોબળ તોડવા માટે હજારો મંદિરો તોડ્યા હતા. હિન્દુઓ મુસ્લિમોની વિરુદ્ધમાં વિચારતા નથી, પરંતુ તેમને લાગે છે કે તેનો પુનરુદ્ધાર કરવો જોઇએ. અમે 9 નવેમ્બરે કહ્યું હતું કે રામ મંદિર પછી કોઇ આંદોલન નહીં કરીએ. પરંતુ મુદ્દા મનમાં હોય તો બહાર આવે છે. આવું કંઇક છે તો પરસ્પર હળીમળીને મુદ્દાનો ઉકેલ લાવીએ.
ભાગવતે જણાવ્યું હતું કે વિશ્વભરમાં ભારતમાતાનો વિજય કરાવવાનો છે, કારણ કે આપણે તમામને જોડવાના છે. તેમને જીતવાના નથી. અમે કોઇને જીવવા માગતા નથી, પરંતું દુનિયામાં દુષ્ટ લોકો છે કે જે આપણને જીતવા માગે છે.તેમણે જણાવ્યું હતું કે પરસ્પર લડાઈ ન થવી જોઇએ. આપણી વચ્ચે પ્રેમ હોવો જોઇએ. એકબીજાના દુખમાં સહભાગી થવું જોઇએ. તેમણે જણાવ્યું હતું કે વિવિધતા વિભાજનનું નહીં, પરંતુ એકરૂપતાનું પ્રતિક છે.
રશિયા યુક્રેન યુદ્ધનો ઉલ્લેખ કરતાં ભાગવતે જણાવ્યું હતું કે શક્તિ ઉપદ્રવ ઊભો કરે છે. રશિયાએ યુક્રેન સામે યુદ્ધ ચાલુ કર્યું છે, પરંતુ કોઇ યુદ્ધ અટકાવતું નથી, કારણ કે રશિયા પાસે શક્તિ છે. ભારતે સંતુલિત ભૂમિકા અપનાવી છે. રશિયાનો વિરોધ પણ નથી કર્યો અને લડાઇનું સમર્થન પણ નથી કર્યું. ભારત જો પૂરતા પ્રમાણમાં શક્તિશાળી હોત તો આ યુદ્ધને અટકાવી દીધું હોત. ભારતની તાકાત હવે વધી રહી છે.