49 વર્ષીય બિઝનેસમેન ભદ્રેશ શાહ અને તેના 25 વર્ષીય પુત્ર અભિષેક શાહે ઓગ્રેનાઇઝ્ડ ક્રાઈમ ગેંગ સાથે મળીને યુ.કે.ના ક્રિમિનલ અંડરવર્લ્ડ માટે £80 મિલિયનની રકમનું લોન્ડરીંગ કરવા બદલ કુલ 21 વર્ષની જેલની સજા કરવામાં આવી છે. તેમણે નોર્થ વેસ્ટ લંડનના વેમ્બલી સ્થિત ચાંદી બજાર ખાતે આ માસ્ટરમાઇન્ડિંગ ઓપરેશનને જામ આપ્યો હતો. જો કે તે બન્ને હાલમાં ભાગતા ફરે છે.
પોલીસને કાયદેસરના બિઝનેસ દસ્તાવેજો બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતા ખોટી કંપનીઓના દસ સ્ટેમ્પ્સ મળી આવ્યા હતા. જે આશરે £10 મિલિયની ડોજી ટ્રાન્સફર માટે વપરાયા હતા. છેતરપિંડી માટે ત્રણ કાયદેસરની મની ટ્રાન્સફર બ્યુરોનો ઉપયોગ કરાયો હતો.
સધર્ક ક્રાઉન કોર્ટમાં ચાલી રહેલી સુનાવણી બાદ તેની ગેરહાજરીમાં પિતા ભદ્રેશને 12 વર્ષની સજા અને પુત્ર અભિષેકને નવ વર્ષની જેલની સજા કરવામાં આવી હતી. સુનાવણીના પહેલા અઠવાડિયામાં તેઓ હાજર રહ્યા હતા પરંતુ જામીન મળ્યા બાદ તેઓ ભાગી છૂટ્યા હતા. તેમણે કાયદેસરમા મની ટ્રાન્સફર બ્યુરોમાં ઘણી કંપનીઓના ખોટા ઇન્વોઇસીસનો ઉપયોગ કર્યો હતો.
શાહની પત્ની 45 વર્ષિય ફાલ્ગુની શાહને ચાર વર્ષ જેલની સજા કરવામાં આવી હતી. તેણી 57 વર્ષીય દિપક દોશી અને 35 વર્ષીય દિનેશ પરમાર સાથે સપ્ટેમ્બર 2011 અને એપ્રિલ 2014ની વચ્ચે મની લોન્ડરીંગમાં મદદ કરવા બદલ દોષી સાબિત થઈ હતી.
જજ એન્ડ્ર્યુ ગોયમરે જણાવ્યું હતું કે “મારા મનમાં કોઈ શંકા નથી કે આ નાણાં મુખ્યત્વે કંટ્રોલ્ડ ડ્રગના વેચાણથી આવ્યા છે. ભદ્રેશ શાહ એક ધાર્મિક હિન્દુ તરીકે ઓળખાતો હતો અને વેમ્બલીની આજુબાજુ તેનું ખૂબ માન હતું. પરંતુ તે કરોડો પાઉન્ડના ગુનાહિત નફાનુ લોન્ડરીંગ કરી રહ્યો હતો અને તેના કુટુંબીઓ અને ‘દોષી’ બિઝનેસમેનોને કુટિલ યોજનામાં ભાગ લેવા દબાણ કરી રહ્યો હતો.”
એડ્યુનિયન કેલીંગ, ક્યુસીએ જણાવ્યું હતું કે, સ્ટર્લિંગ અને અન્ય કરન્સીમાં £80 મિલિયન જેટલી રકમ ત્રણ ફ્રન્ટ કંપનીઓ દ્વારા ત્રણ વર્ષથી ઓછા સમયમાં મની ટ્રાન્સફર કંપનીઓ દ્વારા વગે કરવામાં આવી હતી. શાહને સપ્લાય કરવાના ઉદ્દેશથી મેફેડ્રોન અને કેટામાઇન ડ્રગ રાખવા બદલ પણ દોષી ઠેરવવામાં આવ્યો હતો.
