એમેઝોન ડોટ કોમના સ્થાપક જેફ બેઝોસ આવનારા એક વર્ષમાં ઓનલાઈન રીટેઇલ અને ક્લાઉડ સર્વિસીઝ ફર્મમાં 50 મિલિયન શેરનું વેચાણ કરશે, તેવું કંપનીએ એક ડોક્યુમેન્ટમાં જણાવ્યું હતું. અત્યારે શેર દીઠ 172.13 ડોલરના વર્તમાન ભાવે સિક્યોરિટીઝની કુલ કિંમત અંદાજે 8.6 બિલિયન ડોલર છે. કંપનીના વાર્ષિક રીપોર્ટ મુજબ, આ શેરના વેચાણની યોજના ગત વર્ષે 8 નવેમ્બરે સ્વીકારવામાં આવી હતી અને તે આવતા વર્ષે જાન્યુઆરીના અંત સુધીમાં પૂર્ણ થશે.
ઈ-કોમર્સ ક્ષેત્રની અગ્રેસર કંપની દ્વારા અપેક્ષિત કરતાં વધુ વેચાણની જાણ કર્યા પછી શુક્રવારે એમેઝોનના શેરમાં આઠ ટકાનો ઉછાળો નોંધાયો હતો.
બેઝોસે 1994માં પુસ્તક વિક્રેતા તરીકે એમેઝોનની સ્થાપના કરી હતી. તેમણે તેના ચીફ એક્ઝિક્યુટિવ પદેથી રાજીનામું આપ્યું અને 2021માં એક્ઝિક્યુટિવ ચેરમેન તરીકે જવાબદારી સંભાળી હતી. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઇન્ડેક્સ પ્રમાણે, બેઝોસ અત્યારે 185 બિલિયન ડોલરની નેટવર્થ સાથે વિશ્વના ત્રીજા સૌથી ધનવાન વ્યક્તિ છે.