ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી વચ્ચે સુરતમાં પોલીસની ટીમની તપાસ દરમિયાન મહારાષ્ટ્રનું રજિસ્ટ્રેશન ધરાવતી એક કારમાંથી રૂ.74.80 લાખની રોકડ રકમ મળી આવી હતી.
આ કેશ સાથે હવે કોંગ્રેસનું કનેક્શન જોડાઈ રહ્યું છે. કારમાંથી કોંગ્રેસનું ચૂંટણી પ્રચારનું સાહિત્ય પણ મળી આવ્યું હતું. એક CCTV વિડીયો સામે આવ્યો હતો, જેમાં પોલીસથી બચવા એક વ્યક્તિ દોડતો દેખાય છે. આ વ્યક્તિ દક્ષિણ ગુજરાતના કોંગ્રેસના ઈન્ચાર્જ બીએમ સંદીપ હોવાનું માનવામાં આવે છે. જોકે કોંગ્રેસે આને પક્ષને બદનામ કરવાનું કોંગ્રેસનું કાવતરુ ગણાવ્યું હતું. પોલીસે આ કેસમાં બે લોકોની ધરપકડ કરીને તપાસ ચાલુ કરી છે.
પોલીસે ઉદય ગુર્જર નામના શખ્સની ધરપકડ કરી હતી. તેની તસવીરો રાજસ્થાનના કોંગ્રેસી મુખ્યપ્રધાન સાથે જોવા મળી રહી છે. આ સિવાય ઉદય રાહુલ ગાંધીની સભામાં પણ ઉપસ્થિતિ રહ્યો હોવાની વાત સામે આવી રહી હતી. ઉદય ગુર્જર રાજસ્થાનનો રહેવાસી છે માટે આ રૂપિયા રાજસ્થાનથી આવ્યા હતા કે શું તે દિશામાં તપાસ ચાલુ કરાઈ હતી.