સમુદાય સુધી પહોંચવાની તેની સતત પ્રતિબદ્ધતાના ભાગરૂપે, બેસ્ટવે હોલસેલે આ વર્ષે ફેલિક્સ પ્રોજેક્ટને 80 ટનથી વધુ સેલ્ફ રેઇંઝીંગ લોટ દાનમાં આપ્યો છે.
ફેલિક્સ પ્રોજેક્ટ બેસ્ટવે હોલસેલના મુખ્ય કાર્યાલયની નજીક નોર્થ વેસ્ટ લંડનના પાર્ક રોયલ ખાતે વેરહાઉસ ધરાવે છે. આ ચેરિટી લંડનમાં રહેતા, ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને મદદ કરવા માટે ફાજલ ખોરાકનો ઉપયોગ કરે છે. વૂડલેન્ડ ગ્રુપની ડોમેસ્ટીક ફ્લીટ, વૂડલેન્ડ લોજિસ્ટિક્સે, 80 ટન લોટ લંડનમાં વિવિધ સ્થળે પહોંચાડીને દાનને ટેકો આપ્યો હતો.
આ લોટ લંડનમાં સેંકડો સખાવતી સંસ્થાઓને મોકલવામાં આવ્યો છે. ફ્રીડમ્સ આર્ક ચર્ચ, ટોટનહામ, ન્યુહામ મુસ્લિમ સેફ્ટી ફોરમ, હોપ ફોર હ્યુમાનીટી મુખ્ય છે. જે સંસ્થાઓ કોવિડ રોગચાળામાં લોકોને મદદ કરે છે.
બેસ્ટવે હોલસેલના મેનેજિંગ ડિરેક્ટર દાઉદ પરવેઝે જણાવ્યું હતું કે, “અમે આ અદભૂત દાનમાં લોટ દાન કરવાનું પસંદ કર્યું હતું કારણ કે અમે જાણીએ છીએ કે બેસ્ટવે સેવા જેમને સેવા આપે છે તે સખાવતી સંસ્થાઓને મદદ કરશે.”
ફેલિક્સ પ્રોજેક્ટના સપ્લાય મેનેજર રિચાર્ડ સ્મિથે કહ્યું હતું કે “અમારી ચેરિટીમાં લોટ દાન કરવા અને તેમના ભાગીદાર વૂડલેન્ડ ગ્રુપનો ખચકાટ વિના ટેકો આપવા બદલ અમે ખૂબ આભારી છીએ. બેસ્ટવેના લોટના દાન થકી લોકડાઉન દરમિયાન ખૂબ જ મદદ મળી હતી. અમે ફેલિક્સ પ્રોજેક્ટ સાથે સંપર્કમાં રહેવા માટે સરપ્લસ ફૂડ ધરાવતી કોઈપણ સંસ્થાને પ્રોત્સાહિત કરીએ છીએ જેથી તેનો બગાડ થાય નહિં.”