The 'Last Film Show' started with a bang in Japan too

લોસ એન્જલસમાં એશિયન વર્લ્ડ ફિલ્મ ફેસ્ટિવલમાં “લાસ્ટ ફિલ્મ શો” (“છેલ્લો શો”)એ શ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ જીત્યો છે. લેખક-દિગ્દર્શક પાન નલિન અને નિર્માતા ધીર મોમાયાને બેવર્લી હિલ્સના સબન થિયેટરમાં સ્નો લેપર્ડ ટ્રોફી એનાયત કરવામાં આવી હતી.  

સમગ્ર દેશ અને દુનિયામાં વખણાયેલી ગુજરાતી ફિલ્મ  ‘લાસ્ટ ફિલ્મ શો’ દુનિયાના એક પછી એક ફિલ્મ ફેસ્ટિવલ્સમાં એવોર્ડ મેળવીને અનોખો રેકોર્ડ સર્જી રહી છે. આ ફિલ્મ ભારત તરફથી 95મા ઓસ્કાર એવોર્ડ માટે ઓફિશિયલ એન્ટ્રી છે. એશિયન વર્લ્ડ ફિલ્મ ફેસ્ટિવલમાં દેશ-વિદેશની અનેક ફિલ્મ વચ્ચે ડિરેક્ટર પાન નલિનની ફિલ્મ ‘લાસ્ટ ફિલ્મ શો’ને શ્રેષ્ઠ ફિલ્મ તરીકે ‘સ્નો લેપર્ડ’ એવોર્ડ એનાયત કરાયો હતો. 

પાન નલિને કહ્યું હતું કે, આ એવોર્ડ અમારી ફિલ્મ માટે ખૂબ સન્માનની વાત છે. અમે એકાંતમાં જે કઈ કર્યું તે વિશ્વભરમાં ગૂંજ્યું છે. ‘લાસ્ટ ફિલ્મ શો’ ફક્ત મનોરંજન માટે નથી. દરેકમાં રહેલા બાળકને બહાર લાવવાનો પ્રયાસ છે. અમારી ફિલ્મ એક અર્ધ-આત્મકથાત્મક વાર્તા છે. એશિયન દર્શકોના હૃદયમાં આ ફિલ્મે નવું ઘર શોધી લીધું છે. 20 જાન્યુઆરી,2023એ અમારી ફિલ્મ જાપાનમાં રિલીઝ થઈ રહી છે અને તેની અમે આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ અને ત્યારબાદ, ફિલ્મ દક્ષિણ કોરિયામાં પણ રિલીઝ થશે. ફિલ્મને સન્માનિત કરવા બદલ અમે સૌ અનુભવી-પ્રતિષ્ઠિત જ્યુરીના આભારી છીએ. નિર્માતા ધીર મોમાયાએ જણાવ્યું હતું કે, આ પુરસ્કાર યોગ્ય સમયે મળ્યો છે. અમે અત્યારે 95મા ઓસ્કાર એવોર્ડ માટે સ્ક્રીનિંગની તૈયારીમાં વ્યસ્ત છીએ. સતત વધી રહેલા મનોરંજન જગતના વ્યાપ વચ્ચે  એશિયન વર્લ્ડ ફિલ્મ ફેસ્ટિવલને હોલિવૂડના કેન્દ્રમાં રાખવો એ ખરેખર એક ઉત્તમ સિદ્ધિ છે.    

‘લાસ્ટ ફિલ્મ શો’ આગામી 2 ડિસેમ્બરના રોજ અમેરિકન થીયેટર્સમાં પણ રિલીઝ થઈ રહી છે. આ સાથે જ, ગ્લોબલ ઓડિયન્સ આ ફિલ્મને 25 નવેમ્બરથી ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર પણ માણી શકશે. ‘લાસ્ટ ફિલ્મ શો’માં સિનેમા અને થીએટરની દુનિયા પ્રત્યે એક બાળકની ઉત્સુકતા અને પ્રેમને રજૂ કરતી સુંદર વાર્તા દુનિયાભરના દર્શકો વખાણી ચૂક્યા છે. ભારતમાં ‘લાસ્ટ ફિલ્મ શો’ 14 ઓક્ટોબરના રોજ રિલીઝ થઈ હતી. 

Leave a reply

  • Default Comments (0)
  • Facebook Comments