એવિએશન ક્ષેત્રના ઓસ્કાર ગણાતા સ્કાયટ્રેક્સ વર્લ્ડ એરલાઇન્સ એવોર્ડ 2021માં કતાર એરવેઝ વિશ્વની 350 એરલાઇન્સમાં સતત છઠ્ઠા વર્ષે નંબર વન રહી હતી. આ યાદીમાં બ્રિટિશ એરવેઝ 11માં ક્રમે રહી હતી. 2019માં તે 19માં અને 2018માં 31મા સ્થાને હતી. અમેરિકાની ડેલ્ટા એરલાઇન્સ અમેરિકામાં ટોચના ક્રમે છે, પરંતુ આ વૈશ્વિક યાદીમાં તે 30માં ક્રમે, પ્રમાણમાં ઘણી નવી ગણાતી ભારતની વિસ્તારા કરતાં પણ પાછળ રહી હતી. બ્રિટિશ એરવેઝને બેસ્ટ પ્રીમિયમ ઇકોનોમી ઓનબોર્ડ કેટરિંગનો એવોર્ડ મળ્યો હતો. બ્રિટનની વર્જિન એટલાન્ટિક આ યાદીમાં 24માં સ્થાને રહી હતી. બ્રિટનની શ્રેષ્ઠ લો-કોસ્ટ એરલાઇન ઇઝી જેટ વિશ્વમાં આ કેટેગરીમાં છઠ્ઠા ક્રમે રહી હતી.
વિશ્વની ટોચની એરલાઇન્સમાં ભારતની વિસ્તારા 28માં ક્રમે રહી હતી, જ્યારે વિશ્વની શ્રેષ્ઠ લો-કોસ્ટ એરલાઇન્સમાં ભારતની ઇન્ડિગો પાંચમાં ક્રમે રહી હતી. ટાટા સન્સ અને સિંગાપોર એરલાઇન્સ વચ્ચેનું સંયુક્ત સાહસ વિસ્તારા ભારતની ફૂલ સર્વિસ એરલાઇન છે.
વિશ્વની ટોચની એરલાઇન્સમાં સિંગાપોર એરલાઇન્સ બીજા ક્રમે રહી હતી. ઓસ્ટ્રેલિયા-પેસિફિકની ટોચની એરલાઇન ક્વાન્ટાસ વૈશ્વિક રેન્કિંગમાં આઠમાં ક્રમે રહી હતી. સ્કાયટ્રેક્સના એડવર્ડ પ્લેઇસ્ટેડે જણાવ્યું હતું કે કતાર એરવેઝ સતત છઠ્ઠા વર્ષે પ્રથમ ક્રમે રહી છે, જે નોંધપાત્ર સિદ્ધી છે.
વિશ્વની સૌથી સ્વચ્છ એરલાઇન્સ કેટેગરીમાં જાપાનની એએનએ ઓલ નિપ્પોન એરવેઝ ટોપ પર રહી હતી. વિશ્વની શ્રેષ્ઠ કેબિન ક્રૂ ધરાવતી એરલાઇન્સની કેટેગરીમાં સિંગાપોર એરલાઇન્સ ટોચ પર રહી હતી.
2021માં વિશ્વની ટોપ 10 એરલાઇન્સ
- કતાર એરવેઝ
- સિંગાપોર એરલાઇન્સ
- ANA ઓલ નિપ્પોન એરવેઝ
- એમિરેટ્સ
- જાપાન એરલાઇન્સ
- કેથે પેસિફિક
- EVA એર (તાઇવાન)
- ક્વાન્ટાસ એરવેઝ
- હૈનાન એરલાઇન્સ
- એર ફ્રાન્સ
- બ્રિટિશ એરવેઝ
- વર્જિન એટલાન્ટિક
- વિસ્તારા
- એર એશિયા
વિશ્વનો શ્રેષ્ઠ કેબિન ક્રુ
- સિંગાપોર એરલાઇન્સ
- ANA ઓલ નિપ્પોન એરવેઝ (જાપાન)
- થાઇ એરવેઝ
- ગરુડા – ઇન્ડોનેશિયા
- જાપાન એરલાઇન્સ
- હૈનાન એરલાઇન્સ
- EVA એર
- એશિયાના એરલાઇન્સ
- કેથે પેસિફિક એરવેઝ
- કતાર એવરેઝ
વિશ્વની શ્રેષ્ઠ લો-કોસ્ટ એરલાઇન્સ
- એર એશિયા
- સાઉથવેસ્ટ એરલાઇન્સ
- સ્કૂટ (સિંગાપોર)
- વ્યુલિંગ એરલાઇન્સ (સ્પેઈન)
- ઇન્ડિગો (ભારત)
- ઇઝીજેટ
- જેટસ્ટાર એરવેઝ
- રાયન એર (યુરોપ)
- જેટસ્ટાર એશિયા
- ફ્લાયનાસ
વિશ્વની સૌથી સ્વચ્છ એરલાઇન્સ
- ANA ઓલ નિપ્પોન એરવેઝ
- સિંગાપોર એરલાઇન્સ
- જાપાન એરલાઇન્સ
- કતાર એરવેઝ
- EVA એર
- કેથે પેસિફિક એરવેઝ
- એશિયાના એરલાઇન્સ
- કોરિયન એર
- હૈનાન એરલાઇન્સ
- સ્વિસ ઇન્ટરનેશન એરલાઇન્સ