માઇક્રો-બ્લોગિંગ પ્લેટફોર્મના નવા બોસ ઇલોન મસ્કને પાછળ રાખીને ફ્રાન્સના બિલિયોનેર બર્નાર્ડ આર્નોલ્ટ વિશ્વના સૌથી ધનિક બન્યાં છે, એમ બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઇન્ડેક્સમાં બુધવાર (14 ડિસેમ્બર)એ જણાવાયું હતું.
માઇક્રો-બ્લોગિંગ પ્લેટફોર્મની ખરીદીને પગલે મસ્કની સંપત્તિ $340 બિલિયનની ટોચ પરથી ઘટી 168.5 બિલિયન ડોલર થઈ છે, જ્યારે ફેશન જાયન્ટ LVMHના વડા અર્નોલ્ટની સંપત્તિ 172.9 બિલિયન ડોલર થઈ છે.
મસ્કની સંપત્તિમાં ઘટાડાનું કારણે ટેસ્લાના શેરોમાં ધોવાણ છે. બ્લૂમબર્ગ બિલિઓનેર ઈન્ડેક્સ અને ફોર્બ્સ ઈન્ડેક્સ આ બંનેના લિસ્ટિંગમાં ઇલોન મસ્ક બીજા નંબરે પહોંચી ગયા હતા. આ યાદીમાં ત્રીજા ક્રમે ભારતના ગૌતમ અદાણી છે. ચોથા નંબરે એમેઝોનના ફાઉન્ડર જેફ બેઝોસ અને બિલ ગેટ્સનું નામ આવે છે.
ચાલુ વર્ષ દરમિયાન પણ ટેસ્લાના શેરના ભાવમાં લગભગ ૪૯.૬૨% જેટલો ઘટાડો નોંધાયો હતો.
વિશ્વના સૌથી ધનિક આર્નોલ્ટને મોર્ડર્ન લકઝરી ફેશન ઇન્ડસ્ટ્રીના ગોડફાધર ગણવામાં આવે છે. દુનિયાની સૌથી મોંઘી અને મોટી ફેશન ગ્રુપ લુઈ વીટોન મૉએટ હેનેસીના તેઓ ફાઉન્ડર, ચેરમેન અને સૌથી મોટા શેર હોલ્ડર છે. બર્નાર્ડના ગ્રુપ લુઈવીટોન તેના સૌથી નજીકના સ્પર્ધક કેરિંગથી ચાર ગણી વધારે તેની માર્કેટ વેલ્યુ છે.