ગુરૂવારે ઇંગ્લેન્ડ ચાર-અઠવાડિયાના લોકડાઉનમાં પ્રવેશી રહ્યું છે ત્યારે એશિયન અને શ્યામ બાળકો અને પરિવારો, જેઓ કોવિડ-19થી ખૂબ સખત અસરગ્રસ્ત છે, તેમના ભાવનાત્મક આરોગ્ય અને સુખાકારી માટે ચેરીટી બાર્નર્ડોએ યુકેની સૌથી મોટી ચિલ્ડ્રન્સની સખાવતી સંસ્થા, ‘બોલો’ની શરૂઆત કરી છે. આ હેલ્પલાઇન રોગનિવારક સપોર્ટ, લાઇવ વેબ ચેટ સુવિધા, માંદગી અને નિધન, હેટ ક્રાઇમ, અને સહાયક સેવાઓ માટે મદદ કરશે.
નવા પ્રતિબંધો લોકોની અસ્વસ્થતાને વધુ ખરાબ કરે તેવી સંભાવના છે – તેથી બાર્નાર્ડોએ ખાસ કરીને આ સમુદાયો માટે પગલું ભર્યું છે. જે ખાસ કરીને નબળા કાળા, એશિયન અને લઘુમતી વંશીય બાળકો અને અસરગ્રસ્ત પરિવારોને ટેકો આપશે. રોગચાળાને લીધે, અસમાનતાઓની ટોચ પર છે અને ગરીબી, ગીચ મકાનોમાં વસવાટ, શારીરિક અને માનસિક આરોગ્ય સમસ્યાઓને કારણે BAME લોકો વધુ ભોગ બને છે.
‘બોલો’ દ્વારા તાલીમબદ્ધ નિષ્ણાત સલાહકારો અને ચિકિત્સકોની સલાહ અને સહાય પૂરી પાડવામાં આવશે. જેઓ વિવિધ સાંસ્કૃતિક પૃષ્ઠભૂમિના છે અને વિવિધ ભાષાઓ બોલે છે અને સીટીઝન એડવાઇઝ જેવી મદદ કરશે. તેઓ નાણાકીય સમસ્યાનો સામનો કરી રહેલા પરિવારો અને સ્થાનિક સમુદાય જૂથોને પણ મદદ કરી શકે છે.
રિઝોલ્યુશન ફાઉન્ડેશન દ્વારા ગયા અઠવાડિયે પ્રકાશિત સંશોધન બતાવે છે કે BAME કામદારોને ફર્લો પછી બેરોજગાર બનાવવાની સંભાવના વધારે છે. લોકડાઉન દરમ્યાન 20 ટકા જેટલા BAME કામદારોમાં સપ્ટેમ્બરમાં બેરોજગાર થયા હતા જેની તુલનામાં સામાન્ય વસ્તીનુ પ્રમાણ 9% હતું. ફાઇનાન્સિયલ કન્ડક્ટ ઓથોરિટી (એફસીએ)નું સંશોધન દર્શાવે છે કે બ્રિટનમાં આશરે 12 મિલિયન લોકો કોરોનાવાયરસ રોગચાળા દરમિયાન બિલ અથવા લોનની ચુકવણી માટે સંઘર્ષ કરે તેવી સંભાવના છે. BAME પૃષ્ઠભૂમિના લોકો પર અસર થવાની સંભાવના વધુ છે.
સત્તાવાર આંકડા દર્શાવે છે કે શ્યામ લોકોમાં શ્વેત લોકોની સરખામણીએ કોવિડ-19 સંબંધિત બીમારીઓથી મૃત્યુ પામવાની સંભાવના લગભગ ચાર ગણી વધારે છે. શ્વેત બાળકોની તુલનામાં એશિયન અને શ્યામ પરિવારોના બાળકો ગરીબ રહે તેવી સંખ્યા લગભગ બમણી છે.
1 ઓક્ટોબરથી શરૂ થયેલી બાર્નાર્ડોની નવી ‘બોલો’ હેલ્પલાઈન, રાષ્ટ્રીય ઇમરજન્સી ટ્રસ્ટ (NET) સાથેની નવી ભાગીદારીનું પરિણામ છે.
બાર્નાર્ડોના સીઇઓ, જાવેદ ખાને કહ્યું હતું કે “યુકેમાં હજારો નબળા બાળકો અને પરિવારો કોવિડ-19 કટોકટીનો ભોગ બને છે અને BAME સમુદાયોના કુટુંબો રોગચાળા દ્વારા સૌથી વધુ અસરગ્રસ્ત થયા છે. પરિણામે, બાળકો શોક, માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓ અને ભવિષ્ય માટેના ભયનો ભોગ બની રહ્યા છે. બાળકો અને પરિવારો માટે અમારી નવી હેલ્પલાઇન એ યુકેની આ પ્રકારની પ્રથમ હેલ્પલાઇન છે.’’