બેલ્જિયમમાં સેક્સ વર્કર્સ માટે રોજગારીના કરાર આધારિત શ્રમ કાયદાને મંજૂરી આપવામાં આવી છે. સેક્સ વર્કર્સને વિવિધ લાભ આપનારા બેલ્જિયમ વિશ્વનો પ્રથમ દેશ છે. ધ ટેલીગ્રાફના રીપોર્ટ મુજબ, બેલ્જિયમની સંસદે તાજેતરમાં કાયદાને મંજૂરી આપી હતી, જેની તરફેણમાં 93 મત હતા, જ્યારે સાંસદો 33 ગેરહાજર હતા અને કોઇ પણ સભ્યએ તેની વિરુદ્ધમાં કોઈ મત આપ્યો નહોતો. 2022માં બેલ્જિયમ સ્વરોજગારી માટેના સેક્સ વર્કને ગુનાની શ્રેણીમાંથી બહાર કરનાર યુરોપનો પ્રથમ દેશ બન્યો હતો.
ધ ટેલીગ્રાફના રીપોર્ટ મુજબ, આ કાયદા અંતર્ગત સેક્સ વર્કરોને આરોગ્ય વીમો, પેન્શન, બેરોજગારી અને પારિવારિક લાભો, રજાઓ અને પ્રસુતિની રજાઓ મળશે. આ કાયદામાં સેક્સ વર્કર્સને ચોક્કસ અધિકારો આપવામાં આવ્યા છે અને તેમના એમ્પ્લોયર માટે કેટલીક શરતો લાગુ કરવામાં આવી છે, જેવી કે ગ્રાહકને ના કહેવાનો અથવા શારીરિક સંબંધ નકારવાનો અધિકાર અને બરતરફી અથવા સજાના ડર વગર કોઈપણ સમયે શારીરિક સંબંધમાં વિક્ષેપ કરવાના અધિકારનો સમાવેશ થાય છે.
આ કાયદા અંતર્ગત, સેક્સ વર્કર્સ ઈચ્છે તો તેઓ પણ શારીરિક સંબંધ બાંધવા માટે હકદાર છે અને તેઓ કોઈપણ સમયે નોટિસ પીરિયડ વગર તેમના કરારનો અંત લાવી શકે છે અને તેમના બેરોજગારી લાભોનો અધિકાર ગુમાવશે નહીં.
કાયદા મુજબ, જો કોઈ સેક્સ વર્કર છ મહિનાના સમયગાળામાં દસથી વધુ વખત ગ્રાહકને નકારે છે, તો તેની અને ગ્રાહક વચ્ચેનો મધ્યસ્થી સરકારને હસ્તક્ષેપ કરવા માટે અનુરોધ કરી શકે છે પરંતુ તેની કામમાંથી હકાલપટ્ટી કરી શકાશે નહીં.

LEAVE A REPLY