(ANI Photo)

એશિયન ક્રિકેટ કાઉન્સિલ (એસીસી)ના અધ્યક્ષપદે જય શાહ ત્રીજીવાર ચૂંટાયા હતા. ગઈ તા. 31 જાન્યુઆરીએ કાઉન્સિલની વાર્ષિક સાધારણ સભામાં જય શાહે આ ઐતિહાસિક સફળતા હાંસલ કરી હતી. સર્વાનુમતે થયેલી વરણીમાં તેમની મુદત એક વર્ષ માટે લંબાવવામાં આવી હતી. કાઉન્સિલની બેઠક ઈન્ડોનેશિયાના બાલીમાં મળી હતી.

જય શાહે 2021માં બાંગ્લાદેશના નઝમુલ હસનના અનુગામી તરીકે આ પદની જવાબદારી સંભાળી હતી. બેઠકમાં એવો પણ નિર્ણય લેવાયો હતો કે એસીસીનું અધ્યક્ષપદે આવતા વર્ષે – 2025માં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને સોંપાશે.

LEAVE A REPLY