2002માં ગુજરાતના ગોધરા ખાતે 58 હિન્દુ યાત્રાળુઓને ટ્રેનના કોચમાં પૂરીને જીવતા સળગાવી દેવાયા બાદ થયેલા હિન્દુ મુસ્લિમો વચ્ચેના રમખાણોમાં તો વખતના ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્રભાઇ મોદીની કથિત ભૂમિકા હોવાની બ્રિટિશ સરકારને જાણ હોવાનો દાવો કરનાર બીબીસીની વિવાદાસ્પદ ડોક્યુમેન્ટ્રી બાબતે વડાપ્રધાન ઋષિ સુનક ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના બચાવમાં આગળ આવ્યા છે અને જણાવ્યું છે કે પાકિસ્તાની મૂળના લેબર પક્ષના બ્રેડફોર્ડ ઈસ્ટના એમપી ઈમરાન હુસૈન દ્વારા વડાપ્રધાન મોદીનું જે ચિત્રણ કરાયું છે તેની સાથે તેઓ સંમત નથી.
તા. 17ને મંગળવારે બીબીસી ટુ પર પ્રસારિત બીબીસી પર રજૂ કરાયેલી ડોક્યુમેન્ટ્રી ‘ઇન્ડિયા: ધ મોદી ક્વેશ્ચન્સ’ના પ્રથમ ભાગમાં કરાયેલા દાવાઓ અંગે વિપક્ષી લેબર પાર્ટીના સાંસદ એમપી ઈમરાન હુસૈને બુધવારે હાઉસ ઓફ કોમન્સમાં વડા પ્રધાનના પ્રશ્નો (PMQs)ના સેશન વખતે પૂછ્યું હતું કે ‘’શું બ્રિટિશ પ્રીમિયર (વડા પ્રધાન સુનક) બીબીસીના કાર્યક્રમમાં કરાયેલા દાવા સાથે સંમત છે કે યુકેના ફોરેન ઓફિસના કેટલાક રાજદ્વારીઓ માને છે કે “મોદી સીધા જવાબદાર હતા?. ગઈકાલે રાત્રે, બીબીસીએ ખુલાસો કર્યો છે કે ફોરેન, કોમનવેલ્થ અને ડેવલપમેન્ટ ઓફિસને ખબર હતી કે ગુજરાત હત્યાકાંડમાં નરેન્દ્ર મોદીની સંડોવણી કેટલી હદે છે. જેણે મુસ્લિમો અને અન્ય લઘુમતીઓ પર આજે આપણે ભારતમાં જુલમ થઇ રહ્યો છે તેને જોઈએ છીએ જેના માટે મોદીએ માર્ગ મોકળો કર્યો હતો.
ઇમરાને આક્ષેપ કર્યો હતો કે ‘’વરિષ્ઠ રાજદ્વારીઓએ અહેવાલ આપ્યો છે કે મોદી દ્વારા બનાવવામાં આવેલ સ્થિતી વગર હત્યાકાંડ થઈ શક્યો ન હોત અને FCDOના શબ્દોમાં હિંસા માટે મોદી ‘સીધી રીતે જવાબદાર’ હતા. સેંકડોની નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી અને યુકે સહિત ભારત અને વિશ્વભરમાં પરિવારો હજુ પણ ન્યાય વિનાના છે. તે જોતાં, શું વડા પ્રધાન તેમના વિદેશ કાર્યાલયના રાજદ્વારીઓ સાથે સહમત છે કે મોદી આ માટે સીધા જ જવાબદાર હતા? એથનિક ક્લીન્સીંગના તે ગંભીર કૃત્યમાં મોદીની સંડોવણી વિશે વિદેશ કાર્યાલય વધુ શું જાણે છે?”
વડા પ્રધાન સુનકે પાર્લામેન્ટમાં જવાબ આપતાં જણાવ્યું હતું કે PM તરફથી પ્રતિસાદ: ” બાબતે યુકે સરકારની સ્થિતિ સ્પષ્ટ અને લાંબા સમયથી તે જ છે, અને તે બદલાઈ નથી. અલબત્ત, અમે ક્યાંય પણ જુલમ સહન કરતા નથી, પરંતુ મને ખાતરી નથી કે હું માનનીય સજ્જને જે પાત્રાલેખન સાથે બિલકુલ સંમત છું. જેન્ટલમેને આગળ મૂક્યું છે.”
બીબીસીનો પ્રતિભાવ
ઇન્ડિયા: ધ મોદી ક્વેશ્ચન્સ ડોક્યમુમેન્ટ્રી સીરીઝ બાબતે બીબીસીના પ્રવક્તા અનુસ્કા રસેલે એક ઇમેલ નિવેદનમાં જણાવ્યું હતું કે “બીબીસી વિશ્વભરના મહત્વપૂર્ણ મુદ્દાઓને પ્રકાશિત કરવા માટે પ્રતિબદ્ધ છે. ડોક્યમુમેન્ટ્રી સીરીઝ ભારતના હિંદુ બહુમતી અને મુસ્લિમ લઘુમતી વચ્ચેના તણાવની તપાસ કરે છે અને તે તણાવના સંબંધમાં ભારતના પીએમ નરેન્દ્ર મોદીના રાજકારણની શોધ કરે છે. તાજેતરના વર્ષોમાં ભારત અને સમગ્ર વિશ્વમાં આ નોંધપાત્ર અહેવાલ અને રસનો સ્ત્રોત રહ્યો છે.
“ડોક્યુમેન્ટરીનું ઉચ્ચતમ સંપાદકીય ધોરણો અનુસાર સખત સંશોધન કરવામાં આવ્યું હતું. લોકો, સાક્ષીઓ અને નિષ્ણાતોની વિશાળ શ્રેણીનો સંપર્ક કરાયો હતો, અને અમે વિવિધ મંતવ્યો દર્શાવ્યા છે. જેમાં ભાજપના લોકોના પ્રતિસાદોનો પણ સમાવેશ થાય છે. અમે ભારત સરકારને સીરીઝમાં ઉઠાવવામાં આવેલી બાબતોનો જવાબ આપવા માટે પૂછ્યું હતું પરંતુ તેમણે જવાબ આપવાનો ઇનકાર કર્યો હતો.