વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને 2002ના ગુજરાત રમખાણો પરની બીબીસી સિરિઝને ભારતે દુષ્પ્રચારનું સાધન ગણાવ્યું હતું અને પ્રતિક્રિયા આપવા યોગ્ય પણ ન હોવાનું જણાવ્યું હતું.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ જણાવ્યું હતું કે તે ભારતમાં પ્રસારિત થઈ રહી નથી. તેથી મેં તેના વિશે જે સાંભળ્યું છે અને મારા સાથીદારોએ શું જોયું છે તેના સંદર્ભમાં હું ફક્ત ટિપ્પણી કરવા જઈ રહ્યો છું. હું માત્ર એટલું સ્પષ્ટ કરું છું કે અમને લાગે છે કે આ દુષ્પ્રચારનું સાધન છે. તેમાં પક્ષપાત, નિષ્પક્ષતાનો અભાવ અને કોલોનિયન માઇન્ડસેટ સ્પષ્ટપણે દૃશ્યમાન છે,”
બીબીસીની બે ભાગની સિરિઝ “ઈન્ડિયાઃ ધ મોદી ક્વેશ્ચન” અંગે તીવ્ર પ્રતિક્રિયાઓ આવી છે. શ્રેણીના વર્ણનકર્તા તેને “ભારતીય પીએમ નરેન્દ્ર મોદી અને ભારતના મુસ્લિમ લઘુમતી વચ્ચેના તણાવ પરની એક નજર ગણાવે છે. તે 2002નાગુજરાત રમખાણોમાં મોદીની ભૂમિકા અંગેના દાવાઓની તપાસ કરે છે.
આ સિરિઝ અંગે બ્રિટિશ સંસદમાં પાકિસ્તાનની મૂળના સાંસદના પ્રશ્નનો જવાબ આપતા યુકેના વડાપ્રધાન રિશી સુનકરે જણાવ્યું હતું કે તેઓ પીએમ મોદીના “ચિત્રીકરણ સાથે સહમત નથી”. સાંસદ ઇમરાન હુસૈનને સુનકે જણાવ્યું હતું કે “આ અંગે યુકે સરકાર વલણ સ્પષ્ટ અને તેમાં લાંબા સમયથી કોઈ ફેરફાર થયો નથી. અહીં ઉલ્લેખનીય છે કે ગુજરાતના રમખાણોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સુપ્રીમ કોર્ટે પણ ક્લિનચીટ આપેલી છે. ગુજરાતમાં ફેબ્રુઆરી 2002માં રમખાણો થયા ત્યારે મોદી ગુજરાતના મુખ્યપ્રધાન હતા.