ઇન્વેસ્ટર એડવાઇઝરી ફર્મ ગ્લાસ લેવિસે ભલામણ કરી છે કે બાર્કલેઝ (BARC.L) ના શેરધારકોએ તેમના બોસના પગાર સામે મત આપવો જોઇએ. ભૂલથી બિલિયન્સ પાઉન્ડની સિક્યોરિટીઝ વેચી દીધા બાદ બાર્કલેઝે તેના ભૂતપૂર્વ સીએફઓ તુષાર મોરઝરિયા અને તેમના વર્તમાન ટોચના અધિકારીઓના પગારમાં ફેબ્રુઆરીમાં સંયુક્ત રીતે 1 મિલિયન પાઉન્ડ ($1.25 મિલિયન)નો ઘટાડો કર્યો હતો. તો ભૂતપૂર્વ CEO જેસ સ્ટેલીના સંબંધમાં બ્રિટિશ બેંક તેની 3 મેની વાર્ષિક સામાન્ય સભામાં પણ ચકાસણીનો સામનો કરવા તૈયાર છે.
ગ્લાસ લેવિસે જણાવ્યું હતું કે મોરઝરિયા માટે બોનસની કપાત પર્યાપ્ત નથી. ગયા વર્ષે મોરઝરિયાને £3.9 મિલિયનનું પેકેજ અપાયું હતું, જેમાં લાંબા ગાળાના શેર પુરસ્કારોના £2.97 મિલિયનનો સમાવેશ થાય છે. જે સંભવિત કુલ પોટના 70% નું પ્રતિનિધિત્વ કરે છે.
બાર્કલેઝના સ્ટાફે અનધિકૃત મેસેજિંગ એપ્સનો ઉપયોગ કરીને બિઝનેસ કર્યો હોવાનું જણાયા બાદ ગયા વર્ષે યુએસ રેગ્યુલેટર્સ દ્વારા $200 મિલિયનનો દંડ કરવામાં આવ્યો હતો અને ત્રણેયનો પગાર ઘટાડવા કહ્યું હતું. મોરઝરિયાએ એક વર્ષ પહેલા રાજીનામું આપતા પહેલા બેંકના ફાઇનાન્સ ડિરેક્ટર તરીકે આઠ વર્ષ ગાળ્યા હતા. તેમના કાર્યકાળમાં ઓવર-ઇશ્યુની ભૂલનો સમયગાળો આવરી લેવામાં આવ્યો હતો. તેઓ એપ્રિલ 2022માં બેંકમાંથી નિવૃત્ત થયા હતા અને હવે તેઓ વીમા કંપની લીગલ એન્ડ જનરલ અને ઓઇલ એન્ડ ગેસ જૂથ બીપીના નોન-એક્ઝિક્યુટિવ ડિરેક્ટર છે. રોઇટર્સે લીગલ એન્ડ જનરલ દ્વારા મોરઝરિયાનો સંપર્ક કરવાનો પ્રયાસ કરાયો હતો પણ તેમણે ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો.
બીજી તરફ યુ.એસ.ના લૉ-સ્યુટ્સનો આરોપ છે કે પૂર્વ CEO સ્ટેલીને દોષિત યૌન અપરાધી જેફરી એપસ્ટાઇન સાથે ગાઢ સંબંધ હતો અને તેમણે તેના સેક્સ-ટ્રાફિકિંગ ઓપરેશનમાં કથિત સંડોવણીનો આરોપ મૂક્યો હતો. સ્ટેલીએ એપસ્ટાઇન સાથે મૈત્રી હોવાનું સ્વીકાર્યું છે, પરંતુ તેમના સંબંધો માટે દિલગીરી વ્યક્ત કરી હતી અને ફાઇનાન્સરના કથિત ગુનાઓ વિશે જાણવાનો ઇનકાર કર્યો હતો. સ્ટેલીના વકીલે ટિપ્પણી માટેની વિનંતીનો તરત જ જવાબ આપ્યો ન હતો.
ગ્લાસ લેવિસે જણાવ્યું હતું કે તે સ્ટેલીના મુદ્દા પર દેખરેખ રાખી રહી છે પરંતુ શેરધારકોની કોઈ કાર્યવાહીની ભલામણ કરી નથી.